આઇસી15 ઇન્ડેક્સ 256 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના જાહેર થવા પહેલાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો આગળ વધ્યો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઈસી15ના ઘટકોમાંથી મોટાભાગના કોઇન વધ્યા હતા, જેમાંથી પોલકાડોટ, યુનિસ્વોપ, ચેઇનલિંક અને ઈથેરિયમ મુખ્ય વધેલા કોઇન હતા. લાઇટકોઇન, અવાલાંશ, પોલીગોન અને શિબા ઇનુમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, અમેરિકન સરકારની ગવર્મેન્ટ એકાઉન્ટિબિલિટી ઓફિસ નાના બિઝનેસના વહીવટ માટેની યોજનાઓમાં બ્લોકચેઇનના ઉપયોગની સંભાવનાઓ ચકાસી રહી છે. આન્ત્રપ્રેન્યોર્સને સલામત રીતે લોન મળે, એમનું વાર્ષિક રિપોર્ટિંગ સહેલાઈથી થઈ શકે અને બિઝનેસને વિકાસ પર કેવી રીતે નજર રાખી શકાય એને લગતી બાબતોમાં બ્લોકચેઇનના ઉપયોગ વિશે અભ્યાસ થશે.

બીજી બાજુ, દક્ષિણ કોરિયાએ સ્થાનિક કંપનીઓને આગામી જાન્યુઆરીથી ક્રીપ્ટોકરન્સીનાં એમનાં હોલ્ડિંગ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.64 ટકા (256 પોઇન્ટ) વધીને 40,537 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,281 ખૂલીને 40,659ની ઉપલી અને 40,214 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.