મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટેનો 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.90 ટકા (731 પોઇન્ટ) વધીને 39,114 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,383 ખૂલીને 39,568ની ઉપલી અને 38,360 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 11 ટકા વધેલા શિબા ઇનુના નેતૃત્વ હેઠળ ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા. સોલાના, યુનિસ્વોપ અને એક્સઆરપીમાં 4થી 6 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન શરૂઆતમાં ઘટ્યા બાદ 30,000 ડોલરની સપાટીની ઉપર ગયો હતો.
દરમિયાન, બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી સંયુક્તપણે સ્ટેબલકોઇન પર દેખરેખ રાખશે એવું યુનાઇટેડ કિંગડમની સરકારે નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ, યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ રિઝર્વે નોવેલ એક્ટિવિટીઝ સુપરવિઝન પ્રોગ્રામ શરૂ કર્યું છે. આ પ્રોગ્રામનો હેતુ ક્રીપ્ટોકરન્સીમાં કામકાજ કરનારી બેન્કો સાથે સંકળાયેલાં જોખમોનું વ્યવસ્થાપન કરવાનો છે.
વિશ્વના સૌથી મોટા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – બાઇનાન્સને અલ સાલ્વાડોરની કેન્દ્રીય બેન્ક તરફથી બિટકોઇન સર્વિસ પ્રોવાઇડર અને ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર તરીકેનું લાઇસન્સ મળ્યું છે.