આઇસી15 ઇન્ડેક્સ 98 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા પ્રોત્સાહક આવવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના મુખ્ય ઘટેલા કોઇન કાર્ડાનો, બીએનબી, બિટકોઇન અને ઈથેરિયમ હતા. પોલીગોન, લાઇટકોઇન, ચેઇનલિંક અને યુનિસ્વોપમાં પાંચ ટકા સુધીની વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, અમેરિકન સાંસદોએ ક્રીપ્ટોકરન્સીના સર્વાંગી નિયમન માટેનો રિસ્પોન્સિબલ ફાઇનાન્શિયલ ઇનોવેશન ઍક્ટ કાયદો ફરીથી રજૂ કર્યો છે. એમાં ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગના નિયમનમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનની ભૂમિકા બાબતે સ્પષ્ટતા કરવાનો ઉદ્દેશ્ય પણ રાખવામાં આવ્યો છે.

૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.24 ટકા (98 પોઇન્ટ) ઘટીને 40,439 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,537 ખૂલીને 40,766ની ઉપલી અને 40,125 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.