મંદ જીડીપી વચ્ચે આ રીતે ફાયદો ઉઠાવી શકે છે રોકાણકારો…

નવી દિલ્હીઃ આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક મંદીની સમસ્યા વધી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ગ્રોથ ઘટીને 4.5 ટકા સાથે 26 ત્રિમાસી ગાળાના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયો હતો. આટલું જ નહી પરંતુ જલ્દી ઈકોનોમિક રિકવરીના પણ સંકેત દેખાઇ રહ્યા નથી. ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એક્સપોર્ટ્સ, બેંક લોન, વિજળી ઉત્પાદન સહિત અન્ય આર્થિક સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળાના પહેલા મહિનામાં ગ્રોથ સુસ્ત રહેવાનો ઈશારો કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે ઓક્ટોબર-ડિસેમ્બર 2019 એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ નબળો રહી શકે છે.

સરકાર અને રિઝર્વ બેંકે આર્થિક સુસ્તીને દૂર કરવા માટે ઘણા પગલા ભર્યા છે. આમ છતા પણ મીડિયમ ટર્મમાં અર્થવ્યવસ્થામાં કમજોરી બની રહે તેવી શક્યતા છે. વિશેષજ્ઞો અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા આજે ઘણા માળખાગત મામલાઓ સામે ઝઝુમી રહી છે. એટલા માટે મીડિયમ ટર્મમાં ગ્રોથ 4.5 ટકા રહેવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે ગ્રોથમાં ઘટાડો આવવાનું મોટું કારણ કંપનીઓ લોન લેવાથી ખચકાઈ રહી છે. મોટાભાગના વ્યાપારી લોન લેતા ગભરાઈ રહ્યા છે. ત્યાં સુધી કે મુકેશ અંબાણી પણ દોઢ વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ઋણમુક્ત કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ દેશની અર્થવ્યવસ્થા માટે તો સારુ છે. આનાથી નાણાકીય ક્ષેત્ર પર દબાણ ઓછું થશે. જો કે જીડીપી ગ્રોથમાં ઘટાડો થઈ શકે છે. નોમિનલ જીડીપી ગ્રોથમાં ઘટાડો એક અન્ય સમસ્યા છે. આમાં મોંઘવારી દર અને વાસ્તવિક જીડીપી ગ્રોથને જોડવામાં આવે છે. ખાસ કરીને શેર બજારના રોકાણકારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે એગ્રીગેટ કોર્પોરેટ ગ્રોથ કમોબેશ નોમિનલ જીડીપી ગ્રોથનું પ્રતિબિંબ હોય છે.

જીડીપી ગ્રોથમાં ઘટાડાથી ભલે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ પર દબાણ બનેલું રહે પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી હજી પણ ઓલ ટાઈમ હાઈ લેવલની નજીક ટ્રેડ કરી રહ્યા છે. આનું કારણ આ સૂચકાંકોમાં શામિલ કેટલાક શેરોમાં તેજી રહી તે છે. બેંચમાર્ક ઈન્ડેક્સ ઓવરવૈલ્યૂએશન ઝોનમાં નથી પરંતુ તેની વેલ્યુએશન સરેરાશ કરતા વધારે છે. આનો અર્થ એ છે કે અત્યારે શેર બજારની જે વેલ્યૂએશન છે તેને ઈકોનોમિક ફન્ડામેન્ટલ્સનો સપોર્ટ મળી રહ્યો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]