ઉન્નાવ કેસઃ16મીએ આરોપી ધારાસભ્ય સેંગરના ભાવિનો આવી શકે છે ફેંસલો

નવી દિલ્હીઃ ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. કોર્ટ 16 ડિસેમ્બરે તેનો ચૂકાદો સંભળાવી શકે છે. આ કેસમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર મુખ્ય આરોપી છે. સેંગરના સહયોગી શશી સિંહ પર પણ આ કેસમાં આરોપ છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી આ કેસની સુનાવણી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં ટ્રાયલ કોર્ટને સુનાવણી 45 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ તીસ હજારી કોર્ટમાં ચાર જુદા જુદા કેસ ચાલી રહ્યા છે. કુલદીપ સેંગર વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, ખૂનનો પ્રયાસ સહિતની વિવિધ કલમોમાં કેસ ચાલી રહ્યો છે. 16 ડિસેમ્બરે સગીર પર બળાત્કારના કેસમાં ચૂકાદો આવી શકે છે.

1-સગીર સાથે દુષ્કર્મ

2- સામૂહિક દુષ્કર્મ

3- પીડિતાના પિતાની હત્યાના કેસ

4- પીડિતાના માર્ગ અકસ્માતમાં હત્યાના પ્રયાસનો કેસ. આ કિસ્સામાં પીડિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી