નવી દિલ્હીઃ યુટ્યુબ કમાણી એક સારું પ્લેટફોર્મ છે. એના દ્વારા ઓછા સમયમાં વધુ કમાણી કરી શકાય છે. હાલના દિવસોમાં એનું ચલણ ખૂબ વધ્યું છે. મ્યુઝિક, સ્પોર્ટ્સ, પોલિટિક્સ, હ્યુમરથી માંડીને એજ્યુકેશન સુધી દરેક જગ્યાએ ટોપિકમાં રસ ધરાવનાર લોકો આ પ્લેટફોર્મથી સારી કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને યૂથ એનાથી જોડાઈને કેરિયર બનાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેતા સિદ્ધાંત અગ્નિહોત્રી પણ એમાંના એક છે. સિદ્ધાંતે બે મહિના પહેલાં યુટ્યુબ અને ઓનલાઇન એપ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. માત્ર બે મહિનામાં તેણે રૂ. 40 લાખનો બિઝનેસ કર્યો અને 35 લોકોને રોજગાર પણ આપ્યો.
સિદ્ધાંત એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેણે માસ્ટર્સનું શિક્ષણ લીધા પછી NET-JRFમાં સફળતા હાંસલ કરી હતી. શરૂઆતમાં તેણે એક ઓનલાઇન કોચિંગ સંસ્થા સાથે જોડાઈને ભણાવવાનું શરૂ કર્યું. ટીચિંગનો અનુભવ મેળવ્યા પછી સિદ્ધાંતને લાગ્યું કે તેણે યુટ્યુબ ચેનલ અને ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવી જોઈએ. જેથી ઓછા પૈસામાં સ્ટુડન્ટ્સને કોચિંગનો લાભ મળી શકે.
સિદ્ધાંતે એપ્રિલ, 2021માં પોતાની ચેનલને નવી રીતે ડિઝાઇન કરી અને સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને સારો રિસ્પોન્સ મળ્યો. મહિનામાં જ તેને ચાર લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ તેની સાથે જોડાયા. હાલ છ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. એના વિડિયોના વ્યૂઝ 50 લાખથી વધુ છે. તેણે મહિનામાં Study Glows નામથી પોતાની એપ લોન્ચ કરી છે. જેના દ્વારા UPSC, PCS, BANK, IIT, સહિત દરેક પ્રકારની કોમ્પિટિટિવપ એક્ઝામ્સની તૈયારી કરાવે છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં એક લાખથી વધુ લોકો એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. આટલું જ નહીં, 11,000થી વધુ સ્ટુડન્ટ્સે એનું સબસ્ક્રિપ્શન પણ કર્યું છે.