‘જોકર મેલવેર’થી બચોઃ એન્ડ્રોઈડ યૂઝર્સને ચેતવણી

મુંબઈઃ જોકરે પાછી ઘૂસણખોરી કરી છે. ના, આ OTT પ્લેટફોર્મ પર કોઈ નવી સિરીઝ ચાલુ થવાની વાત નથી કે  બેટમેન સિરીઝના વિલનની પણ વાત નથી. આ છે મેલવેર (વાઈરસ) જોકર, જે ગૂગલની સેવાઓને હાનિ પહોંચાડવા પાછો આવી ગયો છે. આ ઈન્ટરનેટ વાઈરસ જોકરથી સંભાળવાની જરૂર છે એવી એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સને ખાસ ચેતવણી આપવામાં આવી છે. ક્વિક હીલ સિક્યૂરિટી લેબ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા  ગૂગલ ટેક્નોલોજી કંપની ચેપગ્રસ્ત થયેલી એપ્સને તેના ગૂગલ પ્લે સ્ટોર પરથી અવારનવાર દૂર કરતી હોય છે, પરંતુ મેલવેર અમુક એપ મારફત યૂઝર ડિવાઈસમાં છૂપી રીતે ઘૂસવામાં સફળ થાય છે અને પછી એન્ડ્રોઈડ યૂઝર્સની મહત્ત્વની ડેટા ચોરી લે છે.

ગૂગલ પ્લે સ્ટોરે હાલ આ આઠ એપ્લિકેશન્સને દૂર કરી નાખી છેઃ

Auxiliary Message

Fast Magic SMS

Free CamScanner

Super Message

Element Scanner

Go Messages

Travel Wallpapers

Super SMS

મેલવેરને દૂર કરી દેવામાં આવ્યા બાદ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પર પાછી લાવવામાં આવે એવી ધારણા છે.

એન્ડ્રોઈડ ફોનમાં આ એપ્સને કેવી રીતે ડિલીટ કરવી?

–     પ્લે સ્ટોર પર જાવ. એપ્લિકેશનને સર્ચ કરો અને તેની પર લખેલા ‘uninstall’ને ક્લિક કરો. એ સાથે જ તે એપ તમારા એન્ડ્રોઈડ ડિવાઈસ પરથી દૂર થઈ જશે.

–     એપ અનઈન્સ્ટોલ કરવા માટે તમે તે એપના આઈકોન પર અમુક સેકંડ સુધી લાંબું પ્રેસ કરો અને પછી તે એપને સ્ક્રીન પર દેખાતા ડિલીટ ઓપ્શન તરફ ધકેલી દો.

–     ફોન સેટિંગ્સમાં જાવ અને ખરાબ એવા જોકર વાઈરસ લાગેલી એપ્સને તમારા ડિવાઈસીસમાંથી દૂર કરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]