નવી દિલ્હીઃ દિલ્હીમાં સંસદ ભવન નજીક આવેલી મસ્જિદમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની બેઠકને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. ભાજપના અલ્પસંખ્યક મોર્ચા અને ઉત્તરાખંડ વકફ બોર્ડે આ મામલે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. મસ્જિદનો રાજકીય મંચ તરીકે ઉપયોગ થવાથી માત્ર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું અને રાજકીય શિષ્ટાચારના ભંગના આરોપ પણ લાગ્યા છે.
ભાજપા અલ્પસંખ્યક મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે સંસદ માર્ગ પર આવેલી પવિત્ર મસ્જિદમાં સપાની બેઠક ધાર્મિક લાગણીઓનું ઉલ્લંઘન છે. તેમણે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે મસ્જિદનો ઉપયોગ રાજકીય પ્રવૃત્તિ માટે કરીને મુસ્લિમ સમાજની ભાવનાઓને આઘાત આપ્યો છે. સિદ્દીકીએ મસ્જિદના ઇમામ મોહિબુલ્લાહ નદવી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, જે પોતે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે. તેમણે ડિમ્પલ યાદવના બેસવાના ઢબને પણ ઇસ્લામી પરંપરાઓની વિરુદ્ધ ગણાવી અને માગ કરી હતી કે બંને નેતાઓ સામે FIR દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
नई दिल्ली संसद भवन की मस्जिद में सपा की बैठक श्री अखिलेश यादव की प्रमुख उपस्थिति में संपन्न हुई है ।
इसी मस्जिद मे दिनांक 25 जुलाई दिन शुक्रवार बाद नमाज़ जुमा Bharatiya Janata Party (BJP) अल्पसंख्यक मोर्चा पदाधिकारी- कार्यकर्ता की बैठक आयोजित की जा रही है । क्रपया नोट कर लें । pic.twitter.com/Rzlz8yBy5k— Jamal Siddiqui (@JamalSiddiqui_) July 22, 2025
જમાલ સિદ્દીકીએ કહ્યું હતું કે જો કોઈ બીજો નેતા આવું કરત, તો મોટું રાજકીય તોફાન ઊભું થયું હોત. તેમણે તીખો પ્રશ્ન કર્યો હતો કે પોતાને મુસ્લિમોના નેતા ગણાવતા અસદુદ્દીન ઓવૈસી હવે કેમ શાંત છે? ભાજપાના અલ્પસંખ્યક મોર્ચાએ જાહેરાત કરી છે કે 25 જુલાઈએ નમાજ બાદ એક બેઠક યોજાશે, જેના આરંભમાં રાષ્ટ્રગીત અને અંતમાં રાષ્ટ્રગાન ગાવવામાં આવશે, જેથી સ્પષ્ટ સંદેશ મળે કે ધાર્મિક સ્થાનોનો રાજકીય ઉપયોગ હવે સહન નહીં થાય.
આ વિવાદ પર ઉત્તરાખંડ વકફ બોર્ડના ચેરમેન શાદાબ શમ્સે પણ આક્ષેપ કર્યો હતો કેકે મસ્જિદ ઈબાદતની જગ્યા છે, રાજકીય વ્યૂહરચના માટે નહિ. અખિલેશ યાદવે મસ્જિદમાં બેઠક કરીને મુસ્લિમ સમુદાયની શ્રદ્ધાને દુઃખ પહોંચાડ્યું છે અને તેમને માફી માગવી જોઈએ.
