દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દુબઈમાં પાકિસ્તાનની ટીમને સાત વિકેટથી હરાવ્યું હતું. મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું હતું કે અમે પહેલગામના પીડિતોના સાથે છીએ અને આ જીત દેશને સમર્પિત છે. ક્રિકેટ દ્વારા ભારતે ફરી એક વાર વિશ્વને આ સંદેશ આપ્યો કે પાકિસ્તાન સામે રમવું અમારી મજબૂરી હતી, પરંતુ અમે આતંકવાદ ક્યારેય સહન નહીં કરીએ અને દુશ્મન દેશને કદી ગળે લગાવવાની ભૂલ નહીં કરીએ.
આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ સંપૂર્ણ રીતે પાકિસ્તાની ખેલાડીઓને અવગણ્યા. તેઓ મેદાનમાં આવ્યા, રમ્યા અને કોઈ વિવાદ કર્યા વિના ચાલી ગયા હતા.
Indian cricketers did the wonderful job. No handshakes with the Pakistani players post match. Indians closed their dressing room.
Players should not be faulted, they were forced by BCCI to play. Surya even dedicated the victory to Pahalgham victims.pic.twitter.com/AI1gTPLIHk— Saurav Trivedi (@Auravauraa) September 14, 2025
ભારત પર નહીં લાગે કોઈ દંડહવે ભારતીય ટીમનો આ વર્તન પાકિસ્તાનને ગમ્યું નથી અને તેની ફરિયાદ પણ કરવામાં આવી છે. પાકિસ્તાન ટીમના મેનેજરે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે પણ ફરિયાદ નોંધાવી અને કહ્યું હતું કે તેમણે બંને દેશોના કેપ્ટનોને હાથ મિલાવવાની વિનંતી કરી હતી. હવે સવાલ એ થાય છે કે શું આ ફરિયાદ પછી ભારત પર કોઈ દંડ લાગશે? તો તેનો જવાબ છે – નહીં.
ICC અથવા ACC ના કોઈપણ નિયમ પુસ્તકમાં લખેલો નથી કે જો કોઈ ટીમનો ખેલાડી અન્ય ટીમના ખેલાડી સાથે હાથ નથી મિલાવતો તો તેના પર દંડ લાગશે. હાથ મિલાવાનો કોઈ નિયમ નથી, પરંતુ તેને માત્ર રમતની ભાવના તરીકે જોવામાં આવે છે. એટલે જ મેચ પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. જો કોઈ હાથ નથી મિલાવતું તો તેને ફક્ત રમતની ભાવનાના વિરુદ્ધ માનવામાં આવે છે, તેથી વધારે કંઈ નહીં.
