ભારતીય ક્રિકેટ ટીમના 1983ના વર્લ્ડ કપ વિજયના વિષય પર આધારિત હિન્દી ફિલ્મ ’83’નો 22 ડિસેમ્બર, બુધવારે મુંબઈમાં ભવ્ય પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. એમાં મુખ્ય અભિનેતા રણવીર સિંહ તથા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ તથા એમના સાથીઓ (રવિ શાસ્ત્રી, મદન લાલ, સૈયદ કિરમાણી, કીર્તિ આઝાદ, રોજર બિન્ની, સંદીપ પાટીલ, મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસકર, શ્રીકાંત, ફિલ્મના દિગ્દર્શક કબીર ખાન, અભિનેત્રી દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટે પણ હાજરી આપી હતી. કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 1983માં લંડનમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સૌપ્રથમ વાર ટ્રોફી જીતી હતી. ’83’ ફિલ્મ 23 ડિસેમ્બરથી જાગતિક સ્તરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.
રણવીર સિંહ અને કપિલ દેવ
રણવીર સિંહ

રણવીર સિંહ અને રવિ શાસ્ત્રી
રણવીર સિંહ અને કે. શ્રીકાંત
રણવીર સિંહ અને તેની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણ
રણવીર સિંહ અને આલિયા ભટ્ટ