મમતા બેનરજી મુંબઈમાં પવારને મળ્યાં

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને દૂર કરવા માટે મક્કમ બન્યાં છે. એ માટે તેઓ 1 ડિસેમ્બર, બુધવારે મુંબઈ આવ્યાં હતાં અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને મળ્યાં હતાં. બંને નેતાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિરોધ પક્ષોને સંગઠિત કરવાની વ્યૂહરચનાઓ વિશે ચર્ચા કરી હતી.

મમતા બેનરજીને મળવા આવ્યા છે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે