શિયાળાના આગમને અમદાવાદ ઠંડું થતાં ગરમ કપડાંની બજારમાં તેજી

અમદાવાદ શહેરમાં શિયાળાની મોસમના આગમન સાથે જ હવામાનમાં અચાનક પલટો આવતાં વાતાવરણ ઠંડું થઈ ગયું છે. એ સાથે જ રિવરફ્રન્ટ પર લાગેલા તિબેટીયન રેફ્યુજી સ્વેટર બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની શરૂઆતમાં જ આખા શહેર પરના આકાશને વાદળો ઢાંકી દે છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને કારણે શહેરના તાપમાનમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે.

અમુક દિવસો સુધી બફારાના અનુભવ બાદ આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદને કારણે શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીનો ચમકારો થતાં જ સ્વેટર બજારોમાં ખરીદી વધી ગઈ છે.

તિબેટીયન રેફ્યુજી સ્વેટર બજાર સહિત શહેરના માર્ગો પર કાન-ટોપી, મફલર, મોજાં, સ્વેટર, જેકેટ, શાલ જેવા ગરમ કપડાંના બજારોમાં તેજી આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)