અંજુ બોબી જ્યોર્જને ‘વુમન ઓફ ધ યર’ એવોર્ડ એનાયત

લોસાનઃ અંજુ બોબી જ્યોર્જ એક સફળ ભારતીય એથ્લીટ રહી છે. વર્લ્ડ એથ્લેટિક્સે ભારતીય સ્પ્રિન્ટર અંજુ બોબી જ્યોર્જને  સર્વશ્રેષ્ઠ ‘વુમન ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કર્યો છે. ભારતની ભૂતપૂર્વ લોન્ગ જમ્પર અંજુને આ એવોર્ડ દેશમાં રમતોને આગળ વધારવાના પ્રયાસોની સાથે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવ્યો છે. તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી એકમાત્ર ભારતીય છે. તેણે વર્ષ 2003માં વર્લ્ડ ચેમ્પિયનશિપના લોન્ગ જમ્પની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અંજુએ વર્ષ 2016માં યુવતીઓને તાલીમ માટે એકેડેમી શરૂ કરી હતી, જેણે વર્લ્ડ U-20 મેડલિસ્ટોને તૈયાર કર્યા હતા. ઇન્ડિયન એથ્લેટિક્સ ફેડરેશનની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બોબી જ્યોર્જ સતત જાતિ સમાનતા વિશે અવાજ ઉઠાવતી રહી છે અને તે સ્પોર્ટ્સમાં સ્કૂલગર્લ્સને ભવિષ્યના નેતૃત્વ માટે મેન્ટર રહી છે. જેથી તેને આ એવોર્ડ એનાયત થયો હતો.

અંજુએ કહ્યું હતું કે આ એવોર્ડ મેળવીને તે ગૌરવ અને ધન્યતા અનુભવે છે. તેણે ટ્વીટ કર્યું હતું કે સવારે ઊઠીને સ્પોર્ટ માટે કંઈક કરવાનો અહેસાસથી વધું કંઈ નથી. મારા પ્રયાસોને સન્માનવા બદલ ધન્યવાદ.

અંજુએ 2004ના એથેન્સ ઓલિમ્પિકમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું. આ સિવાય તેણે પેરિસમાં IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને મોનાકોમાં 2005માં IAAF વર્લ્ડ એથ્લેટિક્સ ફાઇનલ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અંજુ બોબીનો જન્મ 19 એપ્રિલ, 1977માં કેરળના કોટ્ટાયમ જિલ્લાના નાના ગામ ચિરનચિરામાં થયો હતો. તેણે પાંચ વર્ષની ઉંમરથી એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]