એડમિરલ આર. હરિકુમાર બન્યા ભારતીય નૌકાદળના નવા વડા

એડમિરલ આર. હરિકુમારે 30 નવેમ્બર, મંગળવારે ભારતીય નૌકાદળના 25મા વડા તરીકેનું પદ સંભાળી લીધું છે. તેઓ એડમિરલ કરમબીરસિંહના અનુગામી બન્યા છે, જેઓ નૌકાદળને 41 વર્ષ સુધી સેવા આપ્યા બાદ ઘડપણને કારણે નિવૃત્ત થયા છે. એડમિરલ હરિકુમારે નવી દિલ્હીમાં સાઉથ બ્લોક લોન્સ ખાતે એમને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું.

નૌકાદળના વડા તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ એડમિરલ હરિકુમારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે ભારતીય સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.