‘ચેન્જ ઑફ કમાન્ડ’ અવસરે ‘આઈએનએસ શિક્રા’ પર પ્રભાવશાળી પરેડનું આયોજન

ભારતીય નૌકાદળના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (વેસ્ટર્ન નેવલ કમાન્ડ) વાઈસ એડમિરલ આર. હરિકુમારે મુંબઈમાં 29 નવેમ્બરે ‘આઈએનએસ શિક્રા’ જહાજ ઉપર આયોજિત પ્રભાવશાળી પરંપરાગત પરેડ દરમિયાન વેસ્ટર્ન નેવલ કમાન્ડનો ચાર્જ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહને સુપરત કર્યો હતો. વાઈસ એડમિરલ આર. હરિકુમાર એડમિરલ કરમબીરસિંહ પાસેથી ભારતીય નૌકાદળના વડા તરીકેનો ચાર્જ સંભાળશે. એડમિરલ કરમબીરસિંહ 30 નવેમ્બરે હોદ્દા પરથી નિવૃત્ત થાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]