GalleryEvents 74મી પુણ્યતિથિએ રાષ્ટ્રપિતા ગાંધીજીને સ્મરણાંજલિ અર્પણ… January 30, 2022 સમગ્ર દેશ 30 જાન્યુઆરી, રવિવારે સમગ્ર ભારત દેશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને એમની 74મી પુણ્યતિથિએ યાદ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં ગાંધીજીના સમાધિ સ્થળ રાજઘાટ ખાતે જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તથા સર્વધર્મ પ્રાર્થનામાં હાજરી આપી હતી. 1948ની 30 જાન્યુઆરીએ હિન્દુ કટ્ટરવાદી નથુરામ ગોડસેએ મધ્ય દિલ્હીના બિરલા હાઉસ (હવે ગાંધી સ્મૃતિ) ખાતે સાંજે 5.17 વાગ્યાના સમયે એની પિસ્તોલમાંથી ખૂબ નજીકથી ત્રણ ગોળી છોડી હતી, જે અહિંસાના પૂજારી ગાંધીજીને છાતીમાં વાગતાં એમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ગાંધીજી ત્યારે એમની ભત્રીજીઓ સાથે પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. દર વર્ષે દેશમાં આજના દિવસને ‘શહીદ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.