મુંબઈ શહેર, ઉપનગરો તથા આસપાસના વિસ્તારોમાં બુધવાર, 29 સપ્ટેમ્બરે ધોધમાર વરસાદના અનેક ઝાપટાંએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું. બંગાળના અખાત પર સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા ‘ગુલાબ’ની અસર રૂપે આ વરસાદ મંગળવાર આખી રાતથી લઈને બુધવારે આખો દિવસ વરસતો રહ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. ‘ગુલાબ ચક્રવાત’નું જોર નબળું પડી ગયું છે, પણ એનો શેષ ભાગ હવાના નીચા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થતાં ભારે વરસાદ હજી બે દિવસ ચાલુ રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી છે. (તસવીરોઃ દીપક ધુરી)