GalleryEvents 151મી ગાંધીજયંતિની ઉજવણી, બાપુને અપાઈ શ્રદ્ધાંજલિ… October 2, 2020 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિની 2 ઓક્ટોબર, શુક્રવારે દેશભરમાં આદરપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. રાજકીય નેતાઓ તથા આમજનતાએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હીમાં, ગાંધીજીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સત્ય, અહિંસા, શાંતિ અને સદ્દભાવનાના ઉપાસક ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તસવીર અમદાવાદના ગાંધી આશ્રમની છે જ્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને સર્વધર્મ પ્રાર્થનાસભામાં બેઠાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ લખનઉમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગાંધીજયંતિ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થયાં છે. મુંબઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગાંધીજી તથા ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની છબી સમક્ષ ઊભીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. દેશે આજે શાસ્ત્રીજીની 116મી જન્મજયંતિની પણ ઉજવણી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિજયઘાટ સ્મારક ખાતે લાલબહાદુર શાસ્ત્રીજીને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.