કશ્મીરમાં હિમવર્ષા; પાણીની પાઈપલાઈનો થીજી ગઈ

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીર ભાગમાં શીતઋતુ તીવ્ર બની રહી છે. સમગ્ર વિસ્તારમાં પારો ખૂબ નીચે જતાં ટાઢોડું છવાઈ ગયું છે. ઘણે સ્થળે બરફ પડી રહ્યો છે. બારામુલ્લા જિલ્લાના તાંગમર્ગ વિસ્તારમાં તો પીવાનું પાણી સપ્લાઈ કરતી પાઈપલાઈનોમાં પાણીનો બરફ થઈ ગયો છે. જ્યાં જ્યાં ભીનાશ અને પાણી રહેતું હોય છે ત્યાં હાલ બરફ જોવા મળી રહ્યો છે.

ગુલમર્ગનું દ્રશ્ય

ગુલમર્ગ