ટીના અંબાણીની હોસ્પિટલનું ઉદઘાટન…

ઉદ્યોગપતિ અનિલ અંબાણીનાં પત્ની ટીના અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 7 જુલાઈ, શનિવારે નવી મુંબઈ ખાતે ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે અનિલ અંબાણી, ટીના અંબાણી, એમનાં પુત્રો અનમોલ અંબાણી તથા જય અંશુલ અંબાણી ઉપસ્થિત રહ્યાં હતાં. રિલાયન્સ ગ્રુપની આ બીજી સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એક હોસ્પિટલ મુંબઈમાં અંધેરી ખાતે આવેલી છે – કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ. નવી મુંબઈમાં ટીના અંબાણી સંચાલિત અદ્યતન ટેક્નોલોજીવાળી હોસ્પિટલ અઢી લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્રસરાયેલી છે અને તે 9-માળવાળી અને 225 પથારીઓવાળી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]