GalleryEvents આસામ, બંગાળમાં બીજા ચરણ માટે મોટી સંખ્યામાં મતદાન… April 1, 2021 આસામ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે 1 એપ્રિલ, ગુરુવારે બીજા ચરણ માટે યોજાયેલા મતદાનમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આસામમાં 13 જિલ્લાઓની 39 બેઠકો માટે 73.03 ટકા અને બંગાળમાં 30 બેઠકો માટે 80.43 ટકા મતદાન થયું હતું. બંગાળમાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજી નંદીગ્રામાંથી ચૂંટણી લડી રહ્યાં છે. એમનાં હરીફ છે ભાજપના સુવેન્દુ અધિકારી. બંને રાજ્યમાં મતદાન મથકો ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત તથા કોરોનાવાઈરસ નિયમ-પાલન વ્યવસ્થા જોવા મળ્યા હતા. આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ માટે આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામ માટે 2 મે તારીખ નક્કી કરવામાં આવી છે. (તસવીરોઃ ચૂંટણી પંચ ટ્વિટર એકાઉન્ટ)