તાઈવાનમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં 54નાં મરણ

તાઈવાનના પૂર્વ ભાગમાં એક બોગદામાં એક પેસેન્જર ટ્રેનને 2 એપ્રિલ, શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9.30 વાગ્યે નડેલી દુર્ઘટનામાં 54 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજાં 150થી વધુને ઈજા થઈ છે. મૃતકોમાં ટ્રેનના કન્ડક્ટર અને એમના સહાયક, તેમજ 6-વર્ષની એક બાળકીનો સમાવેશ થાય છે. ન્યૂ તાઈપેઈ સિટીના શુલિનથી તાઈતુંગ જતી 8-ડબ્બાની તારોકો એક્સપ્રેસ ટ્રેન હુઆલીન રાજ્યના શિયુલીનમાં એક ટનલમાંથી બહાર નીકળી રહી હતી એ જ વખતે બોગદાની ઉપર કામકાજ માટે પાર્ક કરાયેલું એક વિશાળ વાહન ગબડીને ટ્રેનના છેલ્લા બે ડબ્બા ઉપર પડ્યું હતું. બીજા બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ટ્રેનમાં એ વખતે કુલ 350 જણ પ્રવાસ કરી રહ્યા હતા. (તસવીર સૌજન્યઃ તાઈવાન ન્યૂઝ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]