મુંબઈમાં 23 માર્ચ, શનિવારે આયોજિત 64મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘રાઝી’ ફિલ્મ છવાઈ ગઈ. આ ફિલ્મને 2018ના વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત કરવામાં આવી હતી. આ જ ફિલ્મમાં કરેલા અભિનય બદલ આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણબીર કપૂરે જીત્યો છે, ‘સંજુ’ ફિલ્મ માટે. ‘રાઝી’ ફિલ્મે કુલ પાંચ એવોર્ડ જીત્યા છે. એણે બેસ્ટ ડાયરેક્ટર (મેઘના ગુલઝાર), શ્રેષ્ઠ ગીતો (ગુલઝાર – ‘ઐ વતન’ ગીત માટે) અને શ્રેષ્ઠ ગાયક (અરિજીત સિંહ – ‘ઐ વતન’ ગીત માટે) એવોર્ડ પણ જીત્યા છે.