ફિલ્મફેર એવોર્ડ્સ – 2019: રણબીર બેસ્ટ એક્ટર (સંજુ), આલિયા બેસ્ટ એક્ટ્રેસ (રાઝી); બેસ્ટ ફિલ્મ ‘રાઝી’

મુંબઈ – 64મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘રાઝી’ ફિલ્મ છવાઈ ગઈ. શનિવારે સાંજે અહીં આયોજિત કાર્યક્રમમાં ‘રાઝી’ ફિલ્મને 2018ના વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત કરવામાં આવી હતી. આ જ ફિલ્મમાં કરેલા અભિનય બદલ આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણબીર કપૂરે જીત્યો છે, ‘સંજુ’ ફિલ્મ માટે.

‘રાઝી’ ફિલ્મે કુલ પાંચ એવોર્ડ જીત્યા છે. એણે બેસ્ટ ડાયરેક્ટર (મેઘના ગુલઝાર), શ્રેષ્ઠ ગીતો (ગુલઝાર – ‘ઐ વતન’ ગીત માટે) અને શ્રેષ્ઠ ગાયક (અરિજીત સિંહ – ‘ઐ વતન’ ગીત માટે) એવોર્ડ પણ જીત્યા છે.

ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમમાં બોલીવૂડ ઉમટ્યું હતું. જેમાં સોનમ કપૂર, જ્હાન્વી કપૂર, કેટરીના કૈફ, સની લિયોની, કાજોલ, અર્જૂન કપૂર, રાજકુમાર રાવ, સંજય લીલા ભણસાલી, કરણ જોહરનો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સ્વીકારતી વખતે આલિયાએ ફિલ્મનાં દિગ્દર્શિકા મેઘના ગુલઝારનો આભાર માન્યો હતો. એણે સહ-કલાકાર વિકી કૌશલનો પણ આભાર માન્યો હતો અને કરણ જોહરને પોતાનાં એક્ટિંગ ગુરુ તરીકે ઓળખાવ્યા હતા. આલિયાએ રણબીર કપૂરને પોતાનો ‘સ્પેશિયલ વન’ અને ‘આઈ લવ યૂ’ કહી સ્ટેજ પર કિસ કરી હતી.

‘રાઝી’ ફિલ્મના કલાકાર વિકી કૌશલે ‘સંજુ’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.

બેસ્ટ એક્ટર ફોર ક્રિટીક્સ એવોર્ડ રણવીર સિંહને આપવામાં આવ્યો હતો – ‘પદ્માવત’ ફિલ્મમાં એણે કરેલી ભૂમિકા માટે. એણે આ એવોર્ડ એનાં નાનીને અર્પણ કર્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સવિજેતાઓઃ

બેસ્ટ ફિલ્મ (પોપ્યૂલર) – રાઝી

બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) – અંધાધૂન

બેસ્ટ એક્ટ્રેસ (પોપ્યૂલર) – આલિયા ભટ્ટ (રાઝી)

બેસ્ટ એક્ટર (પોપ્યૂલર) – રણબીર કપૂર (સંજુ)

બેસ્ટ ડાયરેક્ટર – મેઘના ગુલઝાર (રાઝી)

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) – નીના ગુપ્તા (બધાઈ હો)

બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ) – રણવીર સિંહ (પદ્માવત)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – વિકી કૌશલ (સંજુ) અને ગજરાજ રાવ (બધાઈ હો)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – સુરેખા સિકરી (બધાઈ હો)

બેસ્ટ ડેબ્યૂ એક્ટર – ઈશાન ખટ્ટર (બીયોન્ડ ધ ક્લાઉડ્સ)

બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ – સારા અલી ખાન (કેદારનાથ)

બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર – અમર કૌશિક (સ્ત્રી)

બેસ્ટ મ્યુઝિક આલબમ – સંજય લીલા ભણશાલી (પદ્માવત)

બેસ્ટ ગીતકાર – ગુલઝાર (ઐ વતન – રાઝી ફિલ્મ)

બેસ્ટ ગાયક – અરિજીત સિંહ (ઐ વતન – રાઝી ફિલ્મ)

બેસ્ટ ગાયિકા – શ્રેયા ઘોષાલ ( ઘૂમર – પદ્માવત ફિલ્મ)સારા અલી ખાન


રણવીર સિંહ


હેમા માલિની, રાજકુમાર રાવ
સન્ની લિયોની એનાં પતિ સાથે


રણબીર કપૂર


શાહરૂખનો સ્ટેજ પરફોર્મન્સ
રણબીર કપૂર, પ્રીતિ ઝીન્ટા


ઉર્વશી રાઉતેલા


આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટ


જ્હાન્વી કપૂર


ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, જ્હાન્વી કપૂર


વિકી કૌશલ


જેકી શ્રોફ


રણવીર સિંહ


સંજય લીલા ભણસાલી એમના માતા સાથે


નીના ગુપ્તા


હેમા માલિની


સારા અલી ખાન


સારા અલી ખાન એની માતા અમ્રિતા સિંઘ સાથે


કેટરીના કૈફ


કેટરીના કૈફ