‘હું ચૂંટણી લડવાનો છું એ બધી ખોટી અફવાઓ છે’: સંજય દત્તની સ્પષ્ટતા

મુંબઈ – બોલીવૂડ અભિનેતા સંજય દત્તે તેના વિશેની એ અફવાઓનું આજે ખંડન કર્યું છે કે એ લોકસભાની આગામી ચૂંટણી લડવાનો છે.

સંજયે ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને એની બહેન પ્રિયા દત્ત માટે પોતાનો ટેકો પ્રદર્શિત કર્યો હતો.

સંજયે લોકોને અપીલ કરી છે કે, ‘તમે મોટી સંખ્યામાં બહાર પડીને આપણા દેશ માટે મતાધિકાર હાંસલ કરજો.’

ઉલ્લેખનીય છે કે, પ્રિયા દત્તને કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક માટે તેનાં ઉમેદવાર ઘોષિત કર્યાં છે.

સંજય દત્ત ‘કલંક’ ફિલ્મમાં જોવા મળશે. અગાઉ, અમુક અહેવાલોમાં એવો દાવો કરાયો હતો કે સંજય ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી ચૂંટણી લડવાનો છે. જોકે સંજયે એ અહેવાલોને નકારી કાઢ્યા છે.

સંજયની ‘કલંક’ ફિલ્મ આવતી 19 એપ્રિલે રિલીઝ થવાની છે. એમાં તે માધુરી દીક્ષિત સાથે ફરી જોવા મળશે. આ બંને કલાકાર 22 વર્ષ પછી ફરી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે.

httpss://twitter.com/duttsanjay/status/1110125471629344776