ગાંધીનગર બેઠકનો લોકસભા ચૂંટણીને લઈને ઇતિહાસ રહ્યો છે કે…

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરનો દબદબો કંઇ અલગ વાત છે. કોંગ્રેસ હોય કે ભાજપ, આ બેઠક પરની ફતેહ એક અલગ સ્થાન જમાવે છે. કોંગ્રેસના વર્ચસ્વવાળા જ્ઞાતિસમૂહોની વોટબેંકનું આ બેઠક પર આગવું સમીકરણ છે. ત્યારે ભાજપ માટે આ બેઠક જીતવી એલ કે અડવાણી જેવા વરિષ્ઠ નેતા માટે, પક્ષ માટે મોટો મોભો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર હવે અમિત શાહ બન્યાં છે ત્યારે તેઓ સંસદની સામાન્ય ચૂંટણીના મેદાનમાં પણ પહેલીવાર આવશે. તેઓ સંસદમાં છે, પણ રાજ્યસભા થકી છે. ત્યારે ગાંધીનગર સાંસદ તરીકે લોકસભામાં અમિત શાહ પહોંચશે કે કેમ તે સમયનો સવાલ છે. આપણે જાણીએ આ બેઠકનું ગણિત…

રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી એક ગાંધીનગર લોકસભા બેઠક શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ વર્ષ 1998થી આ બેઠક ઉપર કોઈ જ જ્ઞાતિનું પ્રભુત્વ જોવા મળતું નથી. ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના પર કોંગ્રેસના ધારાસભ્ય છે. બાકીની 6 વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપે અધ્યક્ષ અમિત શાહને ગાંઘીનગરથી ટિકીટ આપી છે. ભાજપના દિગ્ગજ નેતા L.k અડવાણીનું પત્તું કપાયુ.

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં 36 ગાંધીનગર, 38 કલોલ, 40 સાણંદ, 41 ઘાટલોડિયા, 42 વેજલપુર, 45 નારાયણપુરા અને 55 સાબરમતીનો વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 9,91,877 પુરૂષ મતદારો, 9,28,881 સ્ત્રી મતદારો અને 49 અન્ય મતદારો મળી કુલ 19,20,807 મતદારો પોતાના મતાઘિકારનો ઉપયોગ કરશે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 519 સર્વિસ વોટૂરસ છે. તેમજ કુલ 1972 પોલીંગ સ્ટેશન છે અને 703 પોલીંગ સ્ટેશન લોકેશન છે.

ગાંધીનગર વિધાનસભા મત વિસ્તાર 34 દહેગામ, 35 ગાંધીનગર, 36 ગાંધીનગર, 37 માણસા અને 38 કલોલ છે. આ તમામ વિધાનસભા મત વિસ્તાર અલગ અલગ સંસદીય મત વિસ્તારમાં છે. જેમાંથી 36 ગાંધીનગર અને 38 કલોલ વિધાનસભા મત વિસ્તાર ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવે છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 12,14,155 મતદારો છે. જેમાં 6,24,202 પુરૂષ, 5,89,916 સ્ત્રી અને 37 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લામાં કુલ 43 હજાર જેટલા નવા મતદારો ઉમેરાયા છે. તેમજ 12 હજાર જેટલા મતદારો વિકલાંગ છે.

જાણવા જેવુ: વર્ષ 1996માં અટલબિહારી બાજપાઈ લખનઉ અને ગાંધીનગર બેઠક ઉપરથી લડયા હતા. બન્ને બેઠક ઉપર વિજય થતા ગાંધીનગર બેઠક પર તેમણે રાજીનામું આપ્યુ હતું. જેમાં બેટા ઇલેક્શનમાં ફિલ્મ એક્ટર રાજેશ ખન્ના સામે વિજય થયો હતો. જ્યારે વર્ષ 1998થી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના એલ.કે.અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

બાબરી મસ્જિદ ધ્વંસ બાદ જાણીતા બનેલા ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી હાલમાં ગાંધીનગર લોકસભા બેઠક ઉપરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 1998થી એલ.કે.અડવાણી ભાજપના ઉમેદવાર રહ્યા છે અને સતત જીતતા આવ્યા છે. પરંતુ હવે અડવાણી 91 વર્ષના થઇ ગયા છે જ્યારે નરેન્દ્ર મોદી અને એલ.કે.અડવાણી અને વચ્ચે મન મેળ રહ્યો નથી. ત્યારે આ બેઠક ઉપરથી હવે તેમણે નિવૃત્ત કરી દેવામાં આવે તેવું જોવા મળી રહ્યું છે.ગાંધીનગર લોકસભા બેઠકના જ્ઞાતિવાર આંકડા

ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ રહેલો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન જોવા મળે છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકમાં અમદાવાદના વિસ્તારનો સમાવેશ થતો હોવાથી લોકસભા બેઠક બીજેપીના હાથમાં જાય છે. ત્યારે જ્ઞાતિવાર આંકડા જોઈએ.

  • પટેલ 2,44,074
  • વણિક 1,42,033
  • ઠાકોર 1,30,343
  • દલિત 1,88090

ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ત્યારે આ બેઠક ઉપર લડવા માટે હાલમાં બે મોટા નામ ચાલી રહ્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જ્યારે બીજું નામ ભાજપમાં ફંડ આપવામાં જાણીતા સી.કે પટેલનું નામ જોરશોરથી ચાલી રહ્યુ છે. કોંગ્રેસમાં ગુજરાત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડા દાવેદારીમા આગળ. ગાંધીનગર લોકસભા બેઠક વર્ષ 2014માં ભાજપમાંથી એલ.કે.અડવાણી અને કોંગ્રેસમાંથી માણસાના વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલને ચૂંટણી લડી હતી. જેમાં સુરેશ પટેલની અઢી લાખ કરતા વધુ મતોથી હાર થઈ હતી. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસમાંથી હાલમાં એક જ નામ ચાલી રહ્યું છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા આ બેઠક ઉપર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અમદાવાદના ડોક્ટર જીતુ પટેલનું નામ પણ આ બેઠક ઉપર ચાલી રહ્યું છે.

ભાજપે ધૂળેટીના દિવસે સાંજે 184 ઉમેદવારોની નામની યાદી જાહેર કરી છે, જેમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ જાહેર થયું છે., એટલે 2014માં આ ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા, અને જીત્યા હતા. પણ આજે અમિત શાહનું નામ જાહેર થતાં અડવાણીનું પત્તુ કપાઈ ગયું છે. ગુજરાતની રાજનીતિમાં આ સૌથી મોટા સમાચાર બની રહ્યા છે.

જો કે છેલ્લા પંદર દિવસથી ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહના નામની ચર્ચાઓ થતી હતી, પણ કન્ફર્મ નહોતું. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના નિવાસસ્થાને ચૂંટણી સમિતીની ત્રણ દિવસ બેઠક મળી હતી, જેમાં પણ ગાંધીનગર બેઠક અંગે નામ નક્કી કરવાની વાત કેન્દ્રીય મોવડીમંડળ પર છોડવામાં આવી હતી.
ગાંધીનગર બેઠક પર કોણ ચૂંટણી લડશે, તે સસ્પેન્સ જોકે ખુલી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે. સામાન્ય રીતે ગાંધીનગર બેઠક એ ભાજપનો ગઢ જ ગણાય છે. જેથી અમિત શાહ સરળતાથી આ બેઠક જીતી જશે. ગાંધીનગર સંસદીય મત વિસ્તાર 7 વિધાનસભા બેઠક ધરાવતો મોટો વિસ્તાર છે. અહીં કુલ 9,91,877 પુરુષ મતદારો અને 9,28,881 મહિલા મતદારો અને 49 અન્ય મળી કુલ 19,20,807 મતદારો છે.

1996માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડ્યા હતા, અને વિજયી બન્યા હતા. તેમજ વર્ષ 1998થી લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને હવે 2019માં અમિત શાહ ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે.