જેક્લીન ફર્નાન્ડિસને હેપ્પી બર્થડે…

બોલીવૂડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ 11 ઓગસ્ટ, રવિવારે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાનાં આ ખાસ દિવસે એ તેની માતૃભૂમિ શ્રીલંકામાં છે. પોતાનો બર્થડે ઉજવવા માટે એ તેનાં પરિવારજનો અને મિત્રોની સાથે શ્રીલંકાનાં ત્રિંકોમાલી શહેરમાં આવેલા એક રિસોર્ટમાં ઉતરી છે. એ રિસોર્ટનાં દરિયાકિનારે એણે સ્વિમસુટમાં સજ્જ થઈને અમુક પોઝ આપ્યાં હતાં અને બાદમાં એ તસવીરોને એણે તેનાં ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે.

જેક્લીન છેલ્લે ‘રેસ 3’ ફિલ્મમાં જોવા મળી હતી. એને નેટફ્લિક્સની ક્રાઈમ થ્રિલર સીરિઝ ‘મિસીસ સીરિયલ કિલર’ માટે કરારબદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ તે ડિજિટલ ફોર્મેટમાં ડેબ્યૂ કરશે. આ સીરિઝનું દિગ્દર્શન શિરીષ કુંદર કરશે અને નિર્માણ કુંદરનાં પત્ની ફરાહ ખાન કરી રહ્યાં છે. આ સીરિઝ આ વર્ષનાં અંત ભાગમાં રિલીઝ થવાની ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]