ઉલ્ટી ગંગાઃ રાજસ્થાનના વાહનચાલકો પેટ્રોલ ભરાવવા ગુજરાત આવે છે

ગાઉ ગુજરાતના વાહન ચાલકો રાજસ્થાનમાં જઇ પેટ્રોલ-ડીઝલ ભરાવતાં હતા. પણ હવે પરિસ્થિતી તેનાં કરતાં ઉલ્ટી જોવા મળી રહી છે. હવે રાજસ્થાનનાં વાહનચાલકો ગુજરાતમાં ભાવમાં મોટા તફાવતને કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાં આવી રહ્યા છે.ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો તે પહેલા ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઊંચા હતા. પણ જ્યારે ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતી હતી, ત્યારે વાહનચાલકોમાં ભારે રોષ ભભુક્તો હતો, કે ક્યાં સસ્તુ મળશે તેને લઇને એ જગ્યાએ પેટ્રોલ ડીઝલ ભરાવવાં દોડી જતાં હતા. એટલું જ નહીં ગુજરાતનાં સરહદી વિસ્તારનાં વાહન ચાલકો રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલ ભરાવવાં જતાં હતા. જ્યાં ભાવમાં દોઢથી બે રૂપિયાનો તફાવત જોવા મળતો હતો. પણ આજે પરિસ્થિતી તેનાથી વિપરીત જોવા મળી રહી છે. ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં પેટ્રોલપંપ ઉપર વાહન ચાલકોની કતારો જોવા મળે છે. અને તે પણ ખાસ કરી ને રાજસ્થાનનાં વાહનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જ્યાં શરૂઆતમાં ગુજરાત કરતાં રાજસ્થાનમાં પેટ્રોલમાં રૂપિયા દોઢથી બે રૂપિયાનો તફાવત જોવા મળતો હતો. ત્યાં હવે રાજસ્થાન કરતાં ગુજરાતમાં પેટ્રોલમાં લીટરે 4 રૂપિયા જેટલો અને ડીઝલમાં લીટરે રૂપિયા એકથી દોઢનો ભાવ ઓછો છે.અગાઉ રાજસ્થાનમાં પેટ્રોલ પંપો ઉપર મોટા હોડિંગ્સો જોવા મળતાં હતા કે ગુજરાત સે સસ્તા ડીઝલ-પેટ્રોલ લખેલાં જોવા મળતાં હતા. હવે તેની વિપરીત પ્રમાણમાં ભાવ થતા રાજસ્થાનનાં પંપ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને હવે રાજસ્થાનમાં સુમસામ પડી રહેલાં પેટ્રોલ પંપ જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલનો એક જ ભાવ રાખવાં માંગ કરી રહ્યા છે.

અહેવાલ અને તસ્વીર- ચિરાગ અગ્રવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]