સરકારી સ્કીમો સાથે આધારને જોડવાની સમય મર્યાદામાં વધારોઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ સરકારની અલગ અલગ સ્કીમોના લાભ લેવા માટે આધાર કાર્ડને ફરજીયાતપણે લીંક કરાવવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી એવા લોકો માટે વધારવામાં આવી છે જેમના પાસે 12 ડિજિટનો યૂનીક આઈડેંટિફિકેશન નંબર નથી.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે આ સમયમર્યાદા માત્ર એવા લોકોને લાગુ થશે જેમની પાસે આધારકાર્ડ નથી અને જે લોકો આધારકાર્ડ બનાવવા ઈચ્છે છે. આ પહેલા આ સમય મર્યાદા આ વર્ષના ડિસેમ્બરના અંત સુધી હતી. પરંતુ હવે જે લોકો પાસે આધાર કાર્ડ નથી તે લોકો માટે આ સમય મર્યાદા વધારી દેવામાં આવી છે.