રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બનશે કરજમુક્ત…

તેલ ઉત્પાદનથી લઈને ટેલિકોમ સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરતી અગ્રગણ્ય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 42મી વાર્ષિક સામાન્ય સભા આજે મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહમાં યોજાઈ ગઈ. એમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કેટલીક નવી જાહેરાતો કરી હતી.

અંબાણીના સંબોધનની મુખ્ય વિશેષતા આ રહીઃ

 • સાઉદી અરેબિયાની ઓઈલ ઉત્પાદક એરેમ્કો કંપની અને RIL ભાગીદારી કરશે અને રિલાયન્સનાં બિઝનેસમાં 20 ટકાનું મૂડીરોકાણ કરશે. એટલે કે 75 અબજ ડોલર અથવા 5.3 લાખ કરોડથી વધારે રૂપિયા. સાઉદી એરેમ્પકો RILની જામનગર રીફાઈનરીમાં પાંચ લાખ બેરલ ઓઈલ સપ્લાય કરશે.
 • રિલાયન્સ તેના ફ્યુઅલ રીટેલ બિઝનેસમાં 49 ટકા હિસ્સો બ્રિટિશ પેટ્રોલિયમને વેચીને રૂ. 7000 કરોડ મેળવશે.

RILના ચેરમેન-MD મુકેશ અંબાણી એમના પત્ની નીતા અને માતા કોકિલાબેન અંબાણી સાથે

 • RILનો સમગ્ર બિઝનેસ આવકની દ્રષ્ટિએ રૂ. 5.7 લાખ કરોડ પર પહોંચ્યો અને નિકાસનો આંક પહોંચ્યો 2.2 લાખ કરોડ પર.
 • આવતી પાંચ સપ્ટેંબરે જિયો કંપની ત્રણ વર્ષની થશે અને ત્યારે એ તેની ફાઈબર સેવા લોન્ચ કરશે. અંબાણીએ કહ્યું કે જિયોનાં આગમન પૂર્વે ભારતમાં ડેટાના મામલે અંધકાર જેવું હતું અને જિયોન આગમને ભારતનાં ડેટા મામલે ચમકતું કરી દીધું છે.

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ એમના પત્ની શ્લોકા સાથે

 • બેઝ પ્લાન 100 mbps સ્પીડનો રહેશે અને તે 1 gbps સુધી વધી શકશે.
 • જિયો ફાઈબરનાં પ્લાન્સની કિંમત પ્રતિ માસ રૂ. 700થી રૂ. 10 હજાર વચ્ચેની રહેશે. હોમ નેટવર્કથી કોઈ પણ નેટવર્કમાં વોઈસ કોલ્સ મફત હશે. અમેરિકા/કેનેડાનાં કોલ્સ માટેનું ઈન્ટરનેશનલ પેક પ્રતિ માસ રૂ. 500નું રહેશે.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી

 • જિયો ફાઈબરનાં જે ગ્રાહકો વાર્ષિક લાઈફટાઈમ પ્લાન્સ પસંદ કરશે એમને એક LED 4k HD TV અને સેટ ટોપ બોક્સ મફતમાં મળશે.
 • જિયો ભારતભરમાં બ્લોકચેન નેટવર્ક ઊભું કરશે.

મુકેશ અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી-પિરામલ પણ એજીએમમાં હાજર રહ્યાં હતાં

 • ભારતમાં ડિજિટલ ક્ષેત્રે પરિવર્તન આણવા માટે જિયોએ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે
 • રિલાયન્સની એજીએમમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા વિડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર થયા હતા અને એમણે એક નિવેદન વાંચી સંભળાવ્યું હતું કે, જિયો સાથે ભાગીદારી કરીને માઈક્રોસોફ્ટ તેનું અઝ્યુર, અઝ્યુર AI પ્લેટફોર્મ  ભારતના ડેટા સેન્ટર્સમાં લાવશે

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા વિડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર થયા હતા અને એમણે એક નિવેદન વાંચી સંભળાવ્યું

 • આવક ઊભી કરવા માટે RIL શરૂ કરશે…

– ભારતભરમાં ઈન્ટરનેટ

– હોમ બ્રોડબેન્ડ

– એન્ટરપ્રાઈઝ બ્રોડબેન્ડ

– લઘુ અને મધ્યમ સ્તરના વેપારીઓ માટે બ્રોડબેન્ડ

 • જિયો ફાઈબર આવતા 12 મહિનામાં લોન્ચ કરાશે.
 • જિયોએ જિયો સેટ ટોપ બોક્સ લોન્ચ કર્યા
 • રિલાયન્સ જિયોનાં ડિજિટલ સેટ ટોપ બોક્સમાં અલ્ટ્રા હાઈ-ડેફિનિશન એન્ટરટેનમેન્ટ, વર્ચુઅલ રિયાલિટી કન્ટેન્ટ, મલ્ટી-પાર્ટી વિડિયો કોન્ફરન્સિંગ, વોઈસ-સક્ષમ વર્ચુઅલ આસિસ્ટન્ટ, ઈન્ટરએક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી તથા અન્ય સ્માર્ટ હોમ સોલ્યૂશન્સ પણ હશે.
 • જિયોનો કસ્ટમર બેઝ 34 કરોડના આંકને પાર કરી ગયો છે અને દર મહિને નવા 1 કરોડ ગ્રાહકોનો ઉમેરો થાય છે.

 • જિયોએ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 3.5 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે.
 • LTE ટેક્નોલોજીને વહેલી અપનાવી હોવાને કારણે જિયોની વાયરલેસ 4G સેવા રેડી છે અને તેને અપગ્રેડ કરીને 5G કરવામાં આવશે
 • જિયોની ઈન્વેસ્ટમેન્ટ સાયકલ પૂરી થઈ ચૂકી છે.
 • આગામી 18 મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કરજમુક્ત કંપની બની જશે
 • રિલાયન્સ કંપની ખાનગી તેમજ જાહેર, બંને ક્ષેત્રમાં નફો કરતી કંપની બની છે.
 • જિયોનાં ધારકોનો આંક 334 કરોડને પાર કરી ગયો છે. આ સાથે તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરતી ટેલિકોમ કંપની બની રહી છે. તે ભારતની ડિજિટલ ગેટવે બની છે.
 • રિલાયન્સ રિટેલનો રેવેન્યૂ આંક રૂ. 130,000 કરોડને પાર કરી ગયો છે.
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશમાં સૌથી વધુ કસ્ટમ્સ ડ્યૂટી તથા જીએસટી ચૂકવનાર કંપની છે. સાથોસાથ એ સૌથી વધારે ઈન્કમ ટેક્સ પણ ભરે છે.