અમિત શાહે બદલી ગોવાની ગેમ: કોંગ્રેસના 2 ધારાસભ્યો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી- ગોવાના સીએમ મનોહર પાર્રિકરની તબિયત ઘણા દિવસોથી ખરાબ છે. તેમના ખરાબ સ્વાસ્થ્યની સાઈડ ઈફેક્ટ ગોવામાં જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજધાની દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસના બન્ને ધારાસભ્યોએ નિવેદન આપ્યું કે, તેઓ ભાજપમાં જોડાશે.હાલમાં ગોવાની 40 સભ્યોની વિધાનસભામાં મનોહર પાર્રિકર સરકારને 23 ધારાસભ્યોનુ સમર્થન છે. જેમાં ભાજપના 14, ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના 3-3 અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ 16 ધારાસભ્યો સાથે વિધાનસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે.

ઉલ્લેખનીય છે કે, ગોવા ફોરવર્ડ પાર્ટીના ઉપાધ્યક્ષે રાજ્યમાં ભાજપની સરકાર માછલી માફિયાઓનુ સમર્થન કરી રહી હોવાના આક્ષેપ સાથે પાર્ટીમાંથી રાજીનામુ આપી ચુક્યા છે. જોકે હવે કોંગ્રેસના 2 ધારાસભ્યો દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકરે ભાજપમાં જોડાવાની વાત કરી છે, જેથી કહી શકાય કે અમિત શાહે ગોવાના રાજકારણમાં ફરી એકવાર કોંગ્રેસને ઝાટકો આપ્યો છે.