છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: પ્રથમ તબક્કા માટે નોંધણી પ્રક્રિયા શરુ

રાયપુર- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઉમેદવારો આ મહિનાની 23 તારીખ સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે.ત્યારબાદના દિવસથી ઉમેદવારીપત્રોની ચકાસણી શરુ કરવામાં આવશે. અને 26 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કા માટે 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. આપને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે.

પ્રથમ તબક્કામાં નકસલ પ્રભાવિત આઠ જિલ્લા બસ્તર, બીજાપુર, દંતેવાડા, સુકમા, કોંડાગાંવ, કાંકેર, નારાયણપુર અને રાજનંદ ગામની 18 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાશે. બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં બાકી રહેલી 72 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાન માટેની અધિસૂચના 26 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે.

બન્ને તબક્કાનું મતદાન સંપન્ન થયા બાદ 11 ડિસેમ્બરે મતગણતરી યોજવામાં આવશે.