ઇટાલીની કોસ્મેટિક બ્રાન્ડ ‘વોમો’ ભારતમાં, જેનેસિસ લક્ઝરી સાથે કરી ભાગીદારી

મુંબઈઃ પેરકાસ્સીની માલિકીની પુરુષો માટેની કોસ્મેટિક બ્રાન્ડ વોમો અને રીલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની જેનેસીસ લક્ઝરીએ ભારતમાં વોમોના પ્રવેશ માટે લાંબા ગાળાના એક્સક્લૂઝિવ કરાર કર્યા છે. આ અવસર પર કંપનીએ જણાવ્યું હતું કે ભારતીય પુરુષો હવે તેમની ઇમેજ અંગે સભાન બન્યાં છે. તેઓ હવે વ્યક્તિગત વેલનેસ અને સારા દેખાવ પર ધ્યાન આપવાથી શરમાતાં નથી. આથી વોમો અને બુલફ્રોગ જેવી બ્રાન્ડ માટે ભારતમાં પ્રવેશવાનો આ યોગ્ય સમય છે.

જેનેસિસ લક્ઝરી સાથે એક્સક્લુઝિવ વિતરણ અને માસ્ટર ફ્રેન્ચાઇઝી કરારથી 2020ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં તેનો ફ્લેગશિપ સ્ટોર મુંબઈમાં શરૂ કરવામાં આવશે, જેમાં વોમોની પ્રોડક્ટ લાઇન્સ તેમજ રોમાનો બ્રિડા દ્વારા સ્થાપવામાં આવેલી અને પેરકાસ્સી દ્વારા 2014માં હસ્તગત કરવામાં આવેલી બાર્બરશોપ બુલફ્રોગની કટિંગ અને શેવિંગ સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ ભાગીદારી ભવિષ્યમાં ભારતમાં અનેકવિધ ચેનલની તકો પર ચાંપતી નજર રાખશે.

ભારતીય બજારમાં વોમોની એન્ટ્રી વૈશ્વિક વિસ્તરણની વ્યૂહરચનાનો હિસ્સો છે, જેમાંફ્લેગશિપ સ્ટોરના પ્રારંભ સાથે ઇટાલીમાં બ્રાન્ડને વધુ મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. વોમો હાલમાં સાત સ્ટોર ધરાવે છે, જેમાંથી ઇટાલીમાં છ (મિલાન, રિકોન અને બોલ્ઝાનો) અને સ્વિટ્ઝરલેન્ડમાં ઝુરિચમાં આવેલા એક સ્ટોરનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત ઇ-કૉમર્સ ચેનલના માધ્યમથી યુરોપના 29 દેશોમાં તેની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બુલફ્રોગ ઇટાલિયન બાર્બરના શેવિંગની કલાની સાથે ઉત્તર અમેરિકન સ્ટ્રીટ બાર્બરનું વાતાવરણ ધરાવે છે. તે બધા વોમો સ્ટોર્સમાં અને છ ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ (ઇટાલીમાં પાંચ અને એક મ્યુનિક)માં ઉપલબ્ધ છે. તેની પ્રોડક્ટ 250 સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. તેમાથી 200 ઇટાલીમાં છે અને 50 યુરોપમાં છે. તેને એકસ્લુઝિવ વિતરણ કરારો હેઠળ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

વોમોના સ્થાપક અને પ્રેસિડેન્ટ સ્ટેફનો પેરકાસ્સીએ જણાવ્યું હતું કે,“ભારતમાં વોમોને લોન્ચ કરવા માટે રિલાયન્સ બ્રાન્ડ સાથે કરવામાં આવેલો કરાર અમારા માટે સૌથી સંતોષજનક બાબત છે. આ ભાગીદારીના લીધે અમે ભારતમાં ઉપલબ્ધ અનેકવિધ ચેનલોની તકોનો લાભ મેળવી શકીશું, જે અમારી ઓફર માટે અનુકૂળ હશે. મને ખાતરી છે કે આ ભાગીદારી બ્રાન્ડના આંતરરાષ્ટ્રીયકરણને નિર્ણાયક વેગ આપશે.”

જેનેસિસ લક્ઝરીના સ્થાપક અને પ્રમુખ સંજય કપૂરે ઉમેર્યું હતું કે તેનું કારણ એ છે કે તે આધુનિક સદગૃહસ્થ માટે એકદમ યોગ્ય પસંદગી છે. મને લાગે છે કે વોમો અને બુલફ્રોગ સિવાય કોઇ અન્ય બ્રાન્ડ આધુનિક પુરુષની જરૂરીયાતો અને તેના વ્યસ્ત જીવનને વધારે સારી રીતે સમજી શકતી નથી.”

આ બ્રાન્ડની માલિકી પેરકેસીની છે. વોમો પોતાનો શોપિંગ અનુભવ અનોખો બનાવવા માંગતા અને આફ્ટર પ્રોડક્ટ્સ પર નજર માંડનારા આધુનિક પુરુષ માટે એકદમ યોગ્ય છે. વોમો વ્યાપક રેન્જની પ્રોડક્ટ ઓફર કરે છે. તેમા ફ્રેગરન્સીસથી લઈને શેવિંગની ચીજવસ્તુઓ, સ્કીન કેર પ્રોડક્ટથી બિયર્ડ અને હેર પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ટ્રાવેલ ક્લોથિંગની સમગ્ર રેન્જ છે.

 

પેરકાસ્સી એવી કંપની છે જેની પ્રવૃત્તિઓમાં મહત્વની બ્રાન્ડ્સના ડેવલપમેન્ટ અને કોમર્સિયલ નેટવર્કના મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. તેમા ગુચી, અરમાની એક્સ્ચેન્જ, નાઇક, વિક્ટોરિયા સીક્રેટ, ફેશન બ્યુટી અને કન્ઝ્યુમર સેક્ટરમાં લેગો અને ફૂડમાં સ્ટારબક્સ અને વગમામાનો સમાવેશ થાય છે. પેરકેસી આ સિવાય પોતાની બ્રાન્ડના મેનેજમેન્ટમાં પણ સક્રિય છે. તેમા રિટેલમાં ડીમેઇલ અને મેઇલ ઓર્ડર, સ્પોર્ટ્સમાં એટલાન્ટા, ફૂડ સેક્ટરમાં કેયો એન્ટિકા પિઝા રોમાના અને લા પિયાડેનિરયા કાસા મિયાવલી, કોસ્મેટિક્સમાં કિકો મિલાનો, વોમો અને બુલફ્રોગનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત સાહસમાં ફેશનમાં ઇટાલિયન કોટર્રનો સમાવેશ થાય છે. પેરકેસી આ સિવાય રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ સક્રિય છે અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં કેટલાક મહત્વના રિયલ્ટી પ્રોજેક્ટ વેચાણાર્થે મૂકવાની તૈયારીમાં છે અને મેનેજરિયલ ઉદ્યોગમાં પણ છે.

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ 125 અબજ ડોલરના મહાકાય જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોરચ્યુન ગ્લોબલ 500 રેન્કિંગમાં સ્થાન પામેલી ભારતની પ્રથમ નંબરની કંપની છે. રિલાયન્સે 2007માં કામગીરીનો પ્રારંભ કર્યો હતો અને તેણે ફેશનઅને લાઇફસ્ટાઇલ સ્પેસના પ્રીમિયમથી લક્ઝરી સ્પેસમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ ઇક્વિટી બનાવી હતી. તેના વર્તમાન પોર્ટપોલિયોમાંઅરમાની એક્સ્ચેન્જ, બેલી, બોટેગા, વેનેટા, બ્રૂક્સ, બ્રધર્સ, બર્બરેરી, કેનેલી, કોચ, ડીસી, ડીઝલ, ડ્યુન, એમ્પોરિયો, જિમી ચૂ, કેટ સ્પેડ ન્યૂયોર્ક, કર્ટ જિજર, માઇકલ કોર્સ, મધરકેર, મુજી, પૌલ અને શાર્ક, પૌલ સ્મિથ, પોટ્ટરી બેર્ન, પોટ્ટરી બાર્ન કિડ્સ, ક્વિકસિલ્વર, રિપ્લે, રોક્સી, સાલ્વાતોર, ફેરાગામો, સત્યા પૌલ, સ્ટીવ મેડન, સુપરડ્રાઇ, સ્કોચ એન્ડ સોડા, થોમસ પિન્ક, તુમી, વિલરોય અને બોશ તથા વેસ્ટ ઇલ્મનો સમાવેશ થાય છે.

આરબીએલ આજે 420થી વધારે સ્ટોર્સ અને 350 શોપ-ઇન-શોપ્સ ધરાવે છે. મે 2019માં આરબીએલ બ્રિટિશ રોય રિટેલર હેમલીઝને ખરીદીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશનારી પ્રથમકંપની બની હતી. વિશ્વ સ્તરે તેના 18 દેશમાં 170 સ્ટોર્સ છે.