વિક્રમ સંવત 2075માં વૃષભ રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

વૃષભ:

વર્ષ દરમ્યાન તમે અન્ય લોકો સાથે વધુ તાલમેલ કરી શકશો, આ વર્ષ દરમ્યાન તમારું જીવન અન્ય લોકોથી વધુ પ્રભાવિત રહેશે, તે તમારા જીવનસાથી કે વ્યવસાયિક ભાગીદાર પણ હોઈ શકે. વૃષભ રાશિના જાતકોને વર્ષ દરમ્યાન આર્થિક પ્રગતિ નોંધપાત્ર રહેશે, તમે હવે પોતાને બદલાતી પરિસ્થિતિઓ અનુસાર ઢાળીને આગળ વધશો. શનિનું આઠમા ભાવે ગોચરમાં પસાર થવું, બેશક એક પડકારદાયક સમય હોય છે પરંતુ આ સમય જ તમારી અંદર નવી ઊર્જા ભરી દેશે. વૃષભ રાશિના જાતકોએ આ વર્ષ દરમ્યાન મન સ્થિર કરીને કોઈ પણ ડર રાખ્યા વિના પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. નવા સર્જન માટે જૂનાનું વિસર્જન થવું જરૂરી હોય છે. સંબંધો માટે આ સમય ઉતારચઢાવ આપી શકે. વૃષભ માટે ગુરુ સપ્તમ ભાવે મધ્યમ ફળદાયી કહેવાશે. નવેમ્બર-ડીસેમ્બર ૧૮ અને જૂન ૨૦૧૯ તમારા વર્ષને યાદગાર બનાવી શકે છે. આર્થિક પ્રગતિ આ સમય દરમિયાન જોવા મળી શકે.

માર્ચ ૧૯ પછીનો સમય તમારી માટે કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ ધ્યાન ખેંચશે. રાહુનું બીજા ભાવે જવું, કુટુંબ અને આર્થિક બાબતોના પ્રશ્નો આપી શકે છે. જાન્યુઆરી અને જૂન ૧૯ લગ્ન વિષયક બાબતોમાં તમને સફળતા આપી શકે છે. સંતાન બાબતે આ વર્ષ ફળદાયી રહે.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]