વિક્રમ સંવત 2075માં મકર રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

મકર:

મકર રાશિના જાતકો માટે આ વર્ષ તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું રહેશે. આ રાશિની સાપેક્ષે બીજા મોટા ગ્રહોનું ભ્રમણ સુધારા પર જઈ રહ્યું છે, જેમ કે રાહુ છઠા ભાવે આવી જશે. જે તેમને કુદરતી રીતે કાર્ય અને નોકરીની બાબતોમાં એક નવી ઉંચાઈ પર લાવીને મૂકી દેશે. આ રાશિને આર્થિક બાબતોમાં ખુબ સાનુકુળ સંજોગો દેખાઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો ગુરુ લાભ ભાવે ઉત્તમ ફળ આપશે. શનિ બારમાં ભાવે છે, જે જીવનમાં સુખ સુવિધાઓને ખોટા ખર્ચથી અલગ રાખે છે. ભૌતિક ચીજો માટે આ સાનુકુળ નથી પરંતુ આર્થિક વ્યય ચોક્કસ રોકાશે.

મકર રાશિના જાતકોને આ વર્ષે જેઓ લગ્ન બાબતે રાહ જોઈ રહ્યા હોય તેમને શુભ સમાચાર જલ્દી જ મળી શકે. રાહુ સપ્તમ ભાવેથી જતા, એપ્રિલ ૧૯ પછી સાનુકુળ સંજોગો ઉભા થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે. વિદ્યાર્થીઓને આ વર્ષ દરમ્યાન નોંધપાત્ર પ્રગતિ થઇ શકે.

મે-જુન ૧૯ દરમ્યાન શારીરિક બાબતે વધુ ધ્યાન આપવું પડી શકે, આ દરમ્યાન વિવાદ કે મતભેદના પ્રસંગ બની શકે. પરંતુ આર્થિક રીતે આ યોગ અને સમય લાભદાયી છે. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર ચઢાવનો અનુભવ થઇ શકે.

નીરવ રંજન