વિક્રમ સંવત 2075માં મેષ રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

મેષ:

મેષ રાશિના જાતકોને વર્ષ એકંદરે સારું રહેશે. વ્યવસાય અને નોકરીની બાબતોમાં તમે બદલાવનો અનુભવ કરશો. ઘર અને સામાજિક બાબતોમાં ઉતાર-ચઢાવ રહેશે, પરંતુ સરવાળે તમે દરેક બાબતોમાં પોતાની આવડત અને બુદ્ધિથી સફળ બનશો. વર્ષ દરમ્યાન તમે શારીરિક બાબતોમાં વધુ સજાગ બનશો. મોટી મુસાફરી કે ધાર્મિક બાબતોમાં વધુ પ્રયત્ન કરવા પડે તેવું બની શકે. વર્ષ દરમ્યાન નવા વર્ષની શરૂઆતથી ડીસેમ્બર ૨૦૧૮ સુધી આર્થિક બાબતોમાં પ્રગતિ રહે. માર્ચ ૨૦૧૯ પછી રાહુનું ત્રીજે ભાવે ભ્રમણ તમારી ઘર, મકાન અને વાહનની ચિંતાઓમાં ઘટાડો કરી દેશે.

એપ્રિલ ૧૯ દરમ્યાન શનિનું સ્થાન અને ગુરુનું નવમ ભાવે આવવું તમને વ્યવસાય બાબતે એપ્રિલ ૨૦૧૯ની શરૂઆતના દિવસો, ટૂંકા સમય માટે મોટી તકો આપી શકે તેવું લાગે છે. જે જાતકો લગ્ન બાબતે ઉત્સુક છે, તેમને ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૯ નસીબવંત સાબિત થઇ શકે, મંગળનું પ્રથમ ભાવે ભ્રમણ આ સમય દરમ્યાન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, અને તમને સફળતા આપી શકે. વર્ષ દરમ્યાન તમે મધ્યમથી સારી પ્રગતિ કરી શકશો, વિદ્યાર્થીઓ માટે વર્ષ વધુ મહેનત સૂચવે છે. વડીલો અને મહિલાઓ માટે વર્ષ દરમ્યાન માનસિક અને શારીરિક રીતે વધુ સજાગ રહેવું જરૂરી રહેશે.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]