વિક્રમ સંવત 2075માં મીન રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

આપણે જાણીએ છીએ કે, સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર પ્રમાણમાં વધુ ગતિશીલ છે, મંગળનું રાહુ કે કેતુ સાથે તે વર્ષ દરમ્યાન યુત થવું, જે -તે રાશિની તકલીફ સૂચવે છે. નવા વર્ષે રાહુ મિથુન રાશિમાં ૦૭-૦૩-૨૦૧૯એ પ્રવેશ કરશે. ગુરુ મહારાજ ધન રાશિમાં ૨૯-૦૩-૨૦૧૯એ પ્રવેશ કરીને ૧૧-૦૪-૨૦૧૯એ વક્રી થશે. ૦૫-૧૧-૨૦૧૯એ ફરી ગુરુ મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવ વર્ષ દરમ્યાન ધન રાશિમાં રહે છે. ધન રાશિમાં અત્યારે શનિદેવ છે, ‘ધન’ રાશિમાં ૦૬.૦૧.૨૦૧૯ દરમ્યાન સૂર્યગ્રહણ થશે, ૧૬.૦૭.૨૦૧૯ માં ‘ધન અને મકર’ રાશિમાં ચંદ્ર ગ્રહણ થશે. ૦૨.૦૭.૨૦૧૯એ ‘મિથુન’ રાશિમાં સૂર્યગ્રહણ થશે. ૨૧.૦૧.૨૦૧૯ દરમ્યાન ‘કર્ક’ રાશિમાં ચંદ્ર ગ્રહણ થશે. જે-તે રાશિઓમાં થતા ગ્રહણ તે રાશિના બળને નિશ્ચિત રીતે હાનિ કરે છે. આ રાશિઓના જાતકોને આ મહિનાઓ દરમ્યાન માનસિક હતાશા અને ચિંતા આવી શકે. જે-તે રાશિઓમાં થતા ગ્રહણ તે રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે શુભ નથી હોતા. રાશિઓના ફળાદેશમાં જ્યાં શુભ કે તકલીફદાયી સમયની વાત છે, તે મહિનાઓ દરમ્યાન મંગળ, રાહુના રાશિ પરિવર્તન થકી તે અનુભવાય છે.      

મીન:

મીન રાશિના જાતકો માટે આ વર્ષ નોકરી, વ્યવસાય વગેરેમાં પ્રગતિ દાયક રહેશે, તમે ખૂબ જ ખંત અને ધીરજથી વ્યવસાયમાં આગળ વધી શકશો. વ્યવસાયમાં તમને તમારા કાર્યમાંથી વિચલિત કરે તેવા પ્રસંગ જલ્દી જોવા મળશે નહિ. ધાર્મિક આસ્થા વધશે. તમે ઘર અને સામાજિક ક્ષેત્રે નાના મોટા પ્રસંગનું સફળ આયોજન કરી શકશો. ઘરના સભ્યો તમારાથી ખુબ ખુશ રહેશે.

વર્ષ દરમ્યાન આર્થિક બાબતો માટે સાનુકુળ સંજોગો રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મે જુન ૧૯ની આસપાસ વાહન કે મકાનમાં ખર્ચ આવી શકે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં થોડી તકલીફનો અનુભવ થઇ શકે, પડકારભર્યા માહોલમાં તમને નવીન તકો પણ મળી શકે છે. વિદેશ ગમન માટે ઉઅજ્જ્વલ તકો સર્જાઈ શકશે.

વર્ષ દરમ્યાન લગ્ન બાબતે રાહ જોતા યુવાનોને થોડી ઉતાવળ કરવી પડી શકે, મે અને જુન ૧૯માં જયારે રાહુ અને મંગળ ચતુર્થ ભાવે યુતિ કરશે, તે સમયને બાદ કરતા વર્ષ દરમ્યાન આ બાબતે નિર્ણય થઇ શકશે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ શુભ ફળદાયી રહેશે. ગુરુની દેહભાવે દ્રષ્ટિ મન અને શરીરનું તાલમેલ બનેલું રહેશે તેનો સંકેત આપે છે.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]