આ દાદીમાની સ્ફૂર્તિ જોશો તો તમે શરમ અનુભવશો

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: આજકાલ ઇન્સ્ટાગ્રામ પર એક 74 વર્ષની દાદી ખૂબ ધૂમ મચાવી રહી છે. આપણે ત્યાં તો દાદા પણ વિચારી ના શકીએ એવું આ દાદીએ કરી બતાવ્યું છે. મન હોય તો માળવે જવાય…એ કહેવતને સાર્થક કરે છે આ દાદી.  તેણે માત્ર ત્રણ વર્ષમાં જીવનશૈલી બદલીને પોતાનું મેકઓવર કર્યું છે. સામાન્ય રીતે વ્યક્તિમાં ઘડપણ આવે એટલે લોકો વૃદ્ધ વ્યક્તિ તરફ સહાનુભૂતિ બતાવે. પણ આ દાદીએ કમાલ કરી છે. તેણે 74 વર્ષની ઉંમરે કાયાપલટ કરી દીધી છે અને યુવાનોને શરમાવે તેવી ફિટ બોડી બનાવી છે.

વધતી ઉંમર જાણે અટકી જાય

ઉંમર વધતી જાય છે. ચહેરા પર કરચલીઓ પડવા માંડે છે. વાળ ખરવા માંડે છે. દાંત નબળા પડી જાય છે. હાડકાંઓમાં દુખવા માંડે છે. સીધા ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડે છે. ટેકા માટે લાકડીની જરૂર પડે છે. આંખો નબળી પડે છે. જે વૃદ્ધની ઓળખ બની જાય છે, પણ શું દરેકનું ઘડપણ આવું જ હોય છે?… કદાચ નહીં, કેમ કે જ્યારે તમે 74 વર્ષની દાદીને ઇન્સ્ટાગ્રામ પર જોશો તો તમારું મન ઘડપણની એક નવી રીત જોતું હશે.

કેનેડાની રહેવાસી છે આ દાદીઆ દાદીનું નામ જોન મેકડોનાલ્ડ છે. તે કેનેડાની ઓન્ટોરિયોની રહેવાસી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે, તમે ભૂતકાળને ફક્ટ વાગોળી શકો છો, પણ ફરીથી એમાં જીવી નથી શકતા, પરંતુ આવનારા સમયમાં તમે પોતાની મરજી પ્રમાણે જરૂર જીવી શકો છો.

 ઇન્સ્ટાગ્રામમાં ખૂબ ફેમસ

દાદીની ઇંમર 74 વર્ષ છે, પણ તેને જોતાં તેની ઉંમર હજી ગણી નાની લાગે છે, કેમ કે દાદી આ ઉંમરે પણ જિમમાં જાય છે. ભારે ડમ્બલ્સ ઉઠાવે છે. સાઇકલિંગ કરે છે. આ સિવાય એ બધું કરે છે, જે તેણે 70ની ઉંમર પહેલાં ક્યારેય ના કર્યું હોય. ઇન્સ્ટા પર તેના ચાર લાખ અને 13 હજાર ફોલોઅર છે.

ટ્રાન્સફોર્મેશન માત્ર વજન ઘટાડવાનું જ નહીં

દાદી એક પોસ્ટમાં જણાવે છે કે તેમણે આની ખુદને ફિટ રાખવાની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં કરી હતી. એક સમયે તે જ્યારે હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટેરોલ જેવી સમસ્યાઓની દવાઓ ખાતી હતી. ડોક્ટરે તેમને કહ્યું કે જ્યાં સુધી તમે જીવનસૈલી (લાઇસ્ટાઇલ) નહીં બદલો ત્યાં સુધી તમારે દવાઓનો સહારો લેવો પડશે.

પુત્રીએ સાથ આપ્યો

દાદીની પુત્રીએ તેમની લાઇફ સ્ટાઇલ બદલવામાં ઘણી મદદ કરી.તેમણે યોગ કર્યા. પછી કાર્ડિયો અને એના પછી વેઇટલિફ્ટિંગની શરૂઆત કરી. તેમણે જ્યારે શરૂઆત કરી ત્યારે પાંચ કિલો પણ ભારે લાગતું હતું, પણ આજે તે  ભારે વજન પણ ઉઠાવી શકે છે અને હા, તેમણે માત્ર ત્રણ વર્ષમાં જમાં 28 કિલો વજન ઘટાડ્યું છે.

 આ છે દાદીની પુત્રી

 દાદીને સાઇકલિંગ પસંદ છે

 ક્યારેય વિચાર્યું નહોતું કે ઘડપણ આવું હશે

ત્રણ વર્ષ પહેલાં આ શક્ય નહોતું

પોતાને પ્રેમ કરવો જરૂરી

 જે કસરતથી લોકો ડરે છે, તે દાદી આ ઉંમરે કરે છે.

ઘડપણ બદલાઈ રહ્યું છે

13 યોગ પણ કરે છે આ દાદી

છે ને 74 વર્ષની ઉંમરે એકદમ ફિટ આ દાદી?!