સ્ત્રીને સ્પર્શતા ત્રણ વિવિધ મુદ્દા: ફોટો સિરીઝ, મેસેજ દ્વારા વ્યક્ત

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: અમદાવાદસ્થિત સોશિયલ મિડિયા પ્રભાવક, ખોરાક અને ફ્યુઝન નિષ્ણાત અભિનિષા ઝુબીન આશરાએ 8 માર્ચ, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્ત્રીને સ્પર્શતા ત્રણ વિવિધ મુદ્દાને આગવી શૈલીની ફોટો સિરીઝ અને મેસેજ દ્વારા અહીં પ્રસ્તુત કર્યા છે. જુઓ તસવીરો અને વાંચો સંદેશ એમનાં જ શબ્દોમાં:


1. સમાનતાઃ

આજે જ્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાને ફેલાવી રહી છે ત્યારે શું આપણે ખરેખર આ પુરુષપ્રધાન સમાજમાં સમાન હક મેળવી શક્યા છીએ? શું આપણે લિંગ ભેદના દુષ્ટ વર્તુળમાંથી બહાર આવ્યા છીએ? સ્ત્રી સશક્તિકરણની વાતો તો ઘણી થઈ, પણ શું આ 21મી સદીમાં સ્ત્રી સશક્ત બની છે? મારી આ ફોટો સિરીઝ દ્વારા હું એવું કહીશ કે દરેક સ્ત્રીને આર્થિક રીતે સ્વતંત્ર થવાનો હક છે, કારણ કે સમાન શક્તિ વિતરણ એ એક વિકાસશીલ અને મહત્ત્વનું પગલું હશે.

હું આશા રાખીશ કે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ પછીનું નવું સૂત્ર ‘બેટી કો બેટી હી રહેને દે, ઉસકો જો કરના હૈ વો કરને દે’ એવું હોય.

કામ કરવું છે કે નથી કરવું, લગ્ન કરવા છે કે નથી કરવા એવા નાના-મોટા દરેક નિર્ણય સ્ત્રીએ પોતે લેવા જોઈએ.


2. પોતાની જાતને પ્રેમ કરોઃ

‘Defy the consumerist culture that objectify women.’

નાનપણથી જ અલગ અલગ નિયમો, બંધનો, સૂચનો… એક સ્ત્રીને એવી રીતે જીવતા શીખવી દે છે કે એ ભૂલી જ જાય છે કે એણે સૌથી પહેલાં પોતાની જાતને પ્રેમ કરવાનો હોય છે.

મારી આ ફોટો સિરીઝ દ્વારા હું એ સંદેશો આપવા માગું છું કે the way she is કોઈ ફરક નથી પડતો. કઈ સાઈઝ છે, કયો સ્કિન કલર છે, કેટલી હાઈટ છે, કેટલું વજન છે, શું એજ્યૂકેશન છે, એ કોઈ કામ કરે છે કે ગૃહિણી છે… એ સ્ત્રીએ દરેક પળમાં ખુશ રહેવું પડશે.

એક Confident અને Happy Woman આખા પરિવાર સાથે જોડાયેલી એક એક વ્યક્તિને ખુશ રાખી શકે. સ્ત્રીએ પોતાની ખુશી પોતાનામાં જ શોધવાનો સમય આવી ગયો છે. પુત્રી, પત્ની, માતા એવી વિવિધ જવાબદારીઓ સાથે દરેક સ્ત્રીએ પોતાનો એક નાનકડો શોખ, નાનું એકાદું સપનું કેળવવું જોઈએ.

પોતાની જાતને પ્રેમ કરવો, પોતાના સપાન માટે જીવવું. પોતાની ઈચ્છાઓને કોઈ પણ અપરાધ ભાવ વગર પૂરી કરવાના પ્રયાસો કરવા અને પોતાના હક મેળવવા કાર્યરત રહેવું.


3. Being Judge (Under Scrutiny always):

10 વર્ષની બાળકી થઈ તો ફ્રોક પહેરવા પર પ્રતિબંધ, 15 વર્ષે રાતે આઠ વાગ્યા પછી પ્રતિબંધ, 20 વર્ષે કુકિંગ લેશનની શરૂઆત, 25મે વર્ષે Dear Hubby કહે એમ કરવાનું.

આ બધી ભારતના 70% ઘરોમાં રોજિંદી જિંદગીમાં બનતી ઘટનાઓ. આવું કરવા પાછળનું કારણ મા-બાપનો દીકરી પરનો અવિશ્વાસ નહીં, પણ લોકો શું વિચારશે એ કારણ જવાબદાર હોય છે. દરેક વખતે સમાજ સ્ત્રીને જજ કરવા માટે તૈયાર હોય છે, પરંતુ હું મારી આ ફોટો સિરીઝ દ્વારા એ મેસેજ આપવા માગું છું કે આવા judgmental વિચારોની સામે react કર્યા વિના પોતાના સપના પૂરા કરવા તરફ છલાંગ લગાવવાની.

‘Let’s being human on this women’s day’

કોઈ guilt વગર પોતાના શોખ માટે પણ એક વાર વિચાર કરવો, તેને પૂરો કરવા તરફ આગળ વધવું, પોતાની પસંદની રમત કોઈ જાતીય ભેદભાવ વગર પસંદ કરવી. રસોઈ કરતા ન આવડતું હોય તો કોઈ ગુનો નથી એવા તો ઘણા મુદ્દા છે.

એક નાનકડી Fusion કવિતા – એક સ્ત્રી તરફથી બીજી સ્ત્રી માટે…

Women empowerment વાતો ને,
સમાનતાના વાયદા,
Height, weight અને સાઈઝમાં સીમિત,
ભારતીય સ્ત્રીની વ્યાખ્યાઃ
Let’s march together,
From this March …….”
To new gender Neutral world.