જાપાનીઓને રોગચાળામાં ઓલિમ્પિક સુરક્ષિત રહેવાનો સંદેહ

ટોક્યોઃ ટોક્યોમાં ઓલિમ્પિક ઉદઘાટન સમારોહના ચાર દિવસ પહેલાં એક સર્વે દ્વારા જાપાનમાં બે-તૃતીયાંશ લોકોને વિશ્વાસ નથી કે દેશમાં કોરોના સંક્રમણની એક નવી લહેરની વચ્ચે એક સુરક્ષિત અને સલામતી વાતાવરણમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ શકશે. આ સર્વેમાં 68 ટકા ઉત્તરદાત્તાઓએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઓલિમ્પિક આયોજકોની ક્ષમતા વિશે આશંકા વ્યક્ત કરી હતી. 55 ટકા ઉત્તરદાત્તાઓએ કહ્યું હતું કે તેઓ ગેમ્સના આયોજનોના વિરોધમાં છે.

એક ટેલિફોન સર્વેક્ષણમાં સામેલ ત્રણ તૃતીયાંશ 1444 લોકોએ કહ્યું હતું કે તેઓ દર્શકોને ગેમ્સમાં પ્રતિબંધ કરવાના નિર્ણયથી સહમત છે. ટોક્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જે ઇમર્જન્સીના ચોથા તબક્કામાં છે, જેથી કોરોના કેસોમાં ઉછાળો આવવાની શક્યતા છે.ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાચે કહ્યું હતું કે તેમને આશા છે કે એક વાર ગેમ્સ શરૂ થવા પર અને જાપાની એથ્લિટોના પદક જીતવા પર જાપાની જનતામાં ગેમ્સ પ્રત્યે ઉત્સાહ વધશે. ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી ચાલશે.

ગેમ્સના અધિકારીઓએ ટોક્યોમાં એથ્લિટોના ગામમાં સ્પર્ધકોને કોરોના કેસોની માહિતી આપવામાં આવી છે. અહીં 11,000 એથ્લિટો રહેવાની આશા છે. ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધી 58 કોરોના કેસો નોંધવામાં આવ્યા છે.

ટોક્યોમાં નવા કેસોમાં ચાર વેવ પછી વધારો થયો છે, જેમાં જાન્યુઆરીમાં ઘાતક લહેર હતી. ટોક્યોમાં શનિવારે કોરોના કેસો વધીને 1410 સુધી પહોંચી ગયા હતા, જે વર્ષના પ્રારંભ પછી સૌથી વધુ છે. નવા સંક્રમણના કેસો પાંચ દિવસ માટે 1000થી વધુ છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]