તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો? 

(સદગુરુ જગ્ગી વાસુદેવ) 

એવું માનવાની ભૂલ કદી પણ ન કરશો કે તમારે જીવનના છેલ્લા દિવસ સુધી એક સમાન વસ્તુ (કાર્ય) જ કરતા રહેવું પડશે. એક ચોક્કસ તબક્કે, ઉપલબ્ધ બુદ્ધિ અને સમજ શક્તિના આધારે તમે કેટલાક નિર્ણયો લીધા અને જીવનના અમુક સમયગાળા સુધી તેને વળગી રહ્યા. તેનો અર્થ એ નથી કે તમે મરણપથારી સુધી તેને વળગી રહોના, મેં આખી જીંદગી આ કર્યું છે, મારે તે કરવું જ પડશે.” જીવન જીવવાનો આ મૂર્ખામીભર્યો માર્ગ છે. શું એ મહત્વપૂર્ણ નથી કે, રોજેરોજ નહીં, તો થોડાં વર્ષોમાં ઓછામાં ઓછું એક વાર તમે નજર કરો અને વિચારો કે શું તમારૂં જીવન વાસ્તવમાં સાચી દિશામાં જઈ રહ્યું છે કે નહીં? 

ઉદાહરણ તરીકે, જો તમે ડોક્ટર હોવ, તો તમે શિક્ષણ મેળવવામાં પાંચથી દસ વર્ષ પસાર કર્યાં હોવાં જોઈએ. હવે તમે દસ વર્ષનું રોકાણ કર્યું છે, તો તેનો અર્થ એ નથી કે જીવનનો બાકીનો સમય પણ તે જ દિશામાં પસાર થવો જોઈએ. જો તે સુસંગત હોય, તો સારૂં છે અને તેને આગળ ધપાવી શકાય, પણ તમે તેનું મૂલ્યાંકન કરવામાં રસ ધરાવતા હોવ, તે જરૂરી છે. એવું નથી કે તમારે ચોક્કસપણે તે છોડીને બીજું કશુંક કરવું જ પડશે, પણ તમારે તેનું મૂલ્યાંકન કરવા જેટલું મુક્ત થવું પડેખોટું શું છેભલે તમારો વ્યવસાય હોય કે પરિવાર હોય, તમારે મૂલ્યાંકન કરવું પડશે કે, શું તમે વાસ્તવમાં તમારી જીવન ઊર્જાઓ તમારા માટે તથા તમારી આસપાસના વિશ્વ માટે સાચી દિશામાં રોકી રહ્યા છોતમારે સમયાંતરે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ, અન્યથા તમારૂં જીવન નિસ્તેજ રીતે આગળ વધશે, કારણ કે તમે તમારૂં જીવન એક ઘરેડમાં ઢાળી ચૂક્યા છો અને તમારૂં જીવન સમાન ઘરેડમાં ચાલ્યા રાખે તે સારૂં નથી. તમે તે દિશામાં વિચારવાની ઈચ્છા ધરાવતા હોવા જોઈએ. 

હવે જો તમારી પરમ સુખની સ્થિતિ તમને જૂદી દિશા ચીંધતી હોય, તો તમે જ કહો શું તમારે તમારી પરમ સુખની સ્થિતિ પર વિશ્વાસ રાખવો જોઈએ કે, કર્તવ્યની ભાવના પર વિશ્વાસ રાખવો જોઈએતમારા જીવનમાં કર્તવ્ય ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે જીવન નિરસ, શુષ્ક થઈ ચૂક્યું હોય. જો તમારા હૃદયમાં પ્રેમનું ઝરણું વહેતું હશે અને જો તમારે કોઈ પ્રત્યે ફરજ ન બજાવવાની હોય, તો તમે તમારા પ્રેમ થકી જ કાર્ય કરશો. તમે જેને પ્રેમ કહો છો તે શક્તિ થકી જ તમે કાર્ય કરશો અને તે યોગ્ય રહેશે. હું ઈચ્છું છું કે તમારામાં પરમ સુખ તથા પ્રેમની ભાવના છલકાય. જો તેમ થશે, તો તમે ઘણી જ બુદ્ધિશાળી રીતે વધુ કાર્યક્ષમતા અને આનંદ સાથે કામ કરશો. 

તો, તમે શું કરી રહ્યા છો અને જે કરી રહ્યા છો તે સાર્થક છે કે કેમ તે વિશે સતત વિચારણા કરવામાં કશું જ ખોટું નથી. હું જે પણ કરૂં છું, તે અંગે ઘણો જ સ્પષ્ટ હોઉં છું. તેમ છતાં, હું કાયમ વિચારતો રહું છું, શું મારે આ કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ?” મહેરબાની કરીને આ વિશે વિચારો. તમારે વિચારવું જોઈએ, અન્યથા તમે તમારી બુદ્ધિનો ત્યાગ કરી રહ્યા છો. દુર્ભાગ્યે આ પૃથ્વી પર લોકો ભગવાનના નામે તમને જણાવતા આવ્યા છે કે તમારે તમારી બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. જો તમે તમારી બુદ્ધિશક્તિનો ત્યાગ કરશો, તો તમે તમારા સર્જકનો પણ ત્યાગ કરી રહ્યા છો. 

(દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ  પદ્મ વિભૂષણથી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.)