સોમનાથ મંદિરના નૂતન શિખરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રચંડ જનસભાને સંબોધિત કરી હતી. ભક્તિ અને રાષ્ટ્રવાદના સંગમ સમાન આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતની અતૂટ રાજકીય ઈચ્છાશક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનો મહિમા ગાયો હતો.
સૃષ્ટિનો જયઘોષ: જય સોમનાથ
વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં જ પ્રભાસ પાટણની દિવ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે આ પવિત્ર ક્ષેત્ર એક અદભૂત પ્રભાથી ઝળહળી રહ્યું છે. મહાદેવનું સાક્ષાત્કાર સ્વરૂપ, આ સુંદરતા, આકાશમાંથી થતી પુષ્પવર્ષા અને વેદમંત્રોના ઉચ્ચારણ સાથે સાગરની લહેરોનો જયઘોષ સાંભળીને એવું લાગે છે કે આખી સૃષ્ટિ એકસાથે ‘જય સોમનાથ’ બોલી રહી છે. તેમણે ઉમેર્યું કે જે કાળના પણ કાળ છે તેવા દેવાધિદેવ મહાદેવની વિગ્રહ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ ભારતની ચેતનાનો મહોત્સવ છે.

પોખરણ અને ભારતનું સામર્થ્ય
આજના દિવસનું ઐતિહાસિક મહત્વ સમજાવતા પીએમ મોદીએ 11 May, 1998 ના દિવસને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજના જ દિવસે દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. તે સમયે આખી દુનિયાના દબાણ છતાં અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું હતું કે અમારે માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ છે. દુનિયાની કોઈ શક્તિ ભારતને દબોચી શકતી નથી કે કોઈ પણ પ્રકારના દબાણમાં લાવી શકતી નથી.” તેમણે યાદ અપાવ્યું કે 11 May ના પરીક્ષણો બાદ વિશ્વએ અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ 13 May ના રોજ ફરી 2 પરીક્ષણો કરીને ભારતે સાબિત કર્યું કે તેની ઈચ્છાશક્તિ લોખંડી છે.
સોમનાથ: આક્રમણો સામે અતૂટ આસ્થા
ઇતિહાસના પાનાઓ પલટાવતા વડાપ્રધાને જણાવ્યું કે, મેહમૂદ ગઝનવી અને અલાઉદ્દીન ખીલજી જેવા અનેક આક્રમણખોરોએ સોમનાથના વૈભવને મિટાવવા અનેક પ્રયાસો કર્યા. લૂંટારાઓ સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા, પણ તેઓ ભૂલી ગયા હતા કે આ મંદિર માત્ર પથ્થરોનું નથી, પણ ભારતના વૈચારિક સામર્થ્યનું પ્રતીક છે. મંદિર વારંવાર તોડવામાં આવ્યું, પણ તે દરેક વખતે વધુ ભવ્યતા સાથે બેઠું થયું, કારણ કે આપણે ભૌતિક શરીરને નશ્વર અને આત્માને અવિનાશી માનનારા લોકો છીએ.
1947 ની આઝાદી અને 1951 ની પ્રાણ પ્રતિષ્ઠા
પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે, જો 1947 માં ભારત રાજકીય રીતે આઝાદ થયું હતું, તો 1951 માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે કહ્યું કે સોમનાથના અવિનાશી હોવાનો ગર્વ આજે આ આધુનિક સ્વરૂપમાં દેખાઈ રહ્યો છે. શિવજીએ આપણને 1,000 વર્ષોની આ અમૃત યાત્રાનો અનુભવ કરવાની જે તક આપી છે, તે અત્યંત સૌભાગ્યની વાત છે.







આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.
આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ રહેશે અને તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. 







વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું: ‘આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. હું અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું – એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું – એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.’
વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. “હર હર મહાદેવ”ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા બપોરનું ભોજન લઈ તેઓ વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ‘બંગાળ થીમ’ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં તેઓ ‘સરદારધામ-3’ નું લોકાર્પણ કરશે.
બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને SPCDFના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિયુક્ત સહકારી ચૂંટણી સત્તામંડળના રિટર્નિંગ ઓફિસર તેમ જ ગાંધીનગરના કલેક્ટર, રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDFના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને હોદ્દેદારો 5 મેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.SPCDFના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દૂધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દૂધમંડળીઓના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.






