Home Blog Page 5639

બોલીવૂડ પીઢ અભિનેતા ટોમ ઓલ્ટરનું કેન્સરને કારણે મુંબઈમાં અવસાન

મુંબઈ – જાણીતા ફિલ્મ, ટેલિવિઝન અને રંગભૂમિના અભિનેતા ટોમ ઓલ્ટરનું કેન્સરની બીમારી સામે લડતાં અત્રે એમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા.

ટોમ ઓલ્ટર સ્કિન કેન્સરથી પીડાતા હતા. એમનું કેન્સર સ્ટેજ-4 પર પહોંચી ગયું હતું. બે અઠવાડિયા પહેલાં એમને મુંબઈમાં ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એમના પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે અભિનેતા, લેખક, દિગ્દર્શક, ‘પદ્મશ્રી’ અને અમારા પ્રિય પતિ અને પિતાનાં નિધનની જાહેરાત કરતાં અમે દુઃખ અનુભવીએ છીએ. ટોમે શુક્રવારે રાતે નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. એ વખતે એમના પરિવારજનો તથા નિકટના સ્વજનો હાજર હતાં.

ટોમે 300થી વધુ ફિલ્મો ઉપરાંત અનેક ટીવી શોમાં અભિનય કર્યો હતો. એમણે દિગ્દર્શન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું અને 1980-90ના દાયકા દરમિયાન તેઓ સ્પોર્ટ્સ લેખક પણ હતા. સચીન તેંડુલકરનો ઈન્ટરવ્યૂ લેનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.

કળા અને સિનેમા ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરવા બદલ ભારત સરકારે ટોમ ઓલ્ટરને 2008માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

1950માં મસૂરી હિલ સ્ટેશનમાં જન્મેલા ટોમે પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગમાં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા હાંસલ કર્યો હતો.

1976માં આવેલી રામાનંદ સાગરની હિન્દી ફિલ્મ ‘ચરસ’ એક્ટર તરીકે ટોમની પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ એમણે શતરંજ કે ખિલાડી, જૂનૂન, ક્રાંતિ, રામ તેરી ગંગા મૈલી, પરિંદા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોને સહાય

અમદાવાદના સોલા ગામમાં શ્રી કડવા પાટીદાર માઇ મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં લશ્કરના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરહદ પર શહીદ થયેલા ગોપાલસિંહ ભદોરીયા અને દિનેશ દીપક બોરસે આ બંને શહીદ પરિવારને એકએક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયાં હતાં. કાર્યક્રમમાં શહેરના હેલ્થ કમિટીના ચેરમેન દિનેશભાઈ દેસાઈ, સ્થાનિક કોર્પોરેટર સુરેશભાઇ પટેલ અને પારુલબહેન પટેલ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર- ધીરજ પટેલ)

દશેરાઃ અસત્ય પર સત્યની જીતનો અવસર

વરાત્રિના નવ દિવસ તો પૂરા થયા. નવ નવ દિવસ સુધી માતા આદ્યશક્તિની આરાધના કરી અને આજે દશેરાનો પુનિત દિવસ આંગણે આવ્યો છે. દશેરાના તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારાનો ઉદય થતાં સમયે વિજય નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે અને એટલા માટે આ તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિજયા દશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે પણ આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયા દશમીના પૌરાણિક મહત્વ અનુસાર શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે. દુર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષના વનવાસ સાથે તેરમાં વર્ષે અજ્ઞાતવાસની શરત આપી હતી. તેરમાં વર્ષે જો તેમને કોઈ ઓળખી લે તો તેમને ફરી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડતો. આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનું ધનુષ એક શમી વૃક્ષ પર મૂક્યું હતું અને ખુદ બૃહન્નલા વેશમાં રાજા વિરાટની પાસે નોકરી કરી લીધી હતી. જ્યારે ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને શમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વારા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.

ભારતીય સંસ્કૃતિ વૈદિક યુગથી વીરતાની પૂજક રહી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટે તે માટે દશેરા- વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. રાજનીતિ કહે છે કે રાષ્ટ્ર હિત અંગે જો યુદ્ધ અનિવાર્ય જ હોય તો વગર વિલંબે શત્રુઓ પર હુમલો કરવો જોઈએ જેથી શત્રુઓનો પગપેસારો અટકી જાય. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન વિષ્ણુના લીધેલા દરેક અવતારોમાં એક એક અસુરો પર પ્રભુએ વિજય મેળવીને સમાજને દૂષિત થતાં અટકાવ્યો છે. મધ્યકાલીન યુગ પણ પ્રજાપરાયણ અને વીર રાજવીઓ દ્વારા સંસ્કૃતિની રક્ષા કરી વિજય પતાકા ફરકાવવામાં આવી છે.

પ્રભુ રામચંદ્રના યુગથી જ વિજયા દશમીનો દિવસ એ વિજયનું પ્રતીક બન્યો છે. ભગવાન રામના પૂર્વજ રઘુ રાજાનો ઇતિહાસ શમી વૃક્ષ સાથે સંકળાયેલ છે. ઇતિહાસ કહે છે કે રઘુ રાજાને ત્યાં કૌત્સ નામનો વ્રતસ્નાતક આશ્રમ માટે ગુરુદક્ષિણાના રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લેવા માટે આવ્યો ત્યારે રઘુરાજાએ પોતાનો સમગ્ર ભંડાર દક્ષિણામાં આપી દીધો ત્યારે તે વ્રતસ્નાતકે કહ્યું કે આપનો ભંડાર તો ખાલી થયો રાજન પરંતુ અમારે તો હજુ વધુ ધન જોઈએ છે. વ્રતસ્નાતકની વાત સાંભળીને રઘુરાજાને લાગ્યું કે ઋષિવર શિષ્ય આમ હતાશ થઈને વળે તે સારું ન કહેવાય આથી રઘુરાજાએ દેવરાજ કુબેરને આજ્ઞા કરી કે આપની પાસે સંસારનું અખૂટ ધન છે તે આપો પ્રથમ તો કુબેરે ના કહી પરંતુ રઘુરાજા લડવા તૈયાર થયાં ત્યારે કુબેરે વિચાર્યું કે આ વંશમાં તો સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લેવાના છે એ કુળને હું ના કેવી રીતે કહી શકું? ત્યારે દેવરાજ કુબેરે રઘુરાજાના બગીચામાં રહેલ શમીવૃક્ષ પર ધનનો વરસાદ વરસાવ્યો. તે દિવસથી આજ દિવસ સુધી શમીનાં વૃક્ષને ધનના વૃક્ષની માન્યતા મળી છે.

શસ્ત્ર પૂજન અને નવી શરૂઆત

એવું મનાય છે કે દશેરાની તિથિએ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો. સંધ્યા કાળનો સમય વિજય કાળનો ગણાય છે. વિજ્યાદશમીના દિવસે નીલકંઠનાં દર્શન શુભ મનાય છે. વિજયકાળમાં શમીના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને આ કાળમાં રાજચિન્હ, હાથી, ઘોડા, અસ્ત્ર-શસ્ત્ર વગેરેનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે લોકો શસ્ત્રોની પૂજા કે કોઈ નવા કામની શરૂઆત કરે છે. જેમકે અક્ષર લેખન, નવો વેપાર, વાવણી, સગાઈ કે નવું વાહન કે ઘરની ખરીદી. વિજયા દશમી એટલે વણજોયું મૂહુર્ત આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે મૂહુર્ત કે ચોઘડીયા જોવા પડતા નથી. એટલા માટે જ આજના દિવસે લોકો પોતાના ઘરમાં કથા, પૂજા, અને યજ્ઞ સહિતના ધાર્મિક કર્મો કરાવતા હોય છે. chitralekha.com ના તમામ વાચકમિત્રોને હેપી દશેરા…

(અહેવાલ- હાર્દિક વ્યાસ)

આંચકાજનકઃ એલફિન્સ્ટન બ્રિજ દુર્ઘટના અંગે આગોતરી ચેતવણી હતી

સમગ્ર મુંબઈના લોકો શનિવારે દશેરા તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે શહેરના 22 પરિવારોનાં ઘરોમાં શોક છવાઈ ગયો છે. કારણ કે એ 22 પરિવારનાં સ્વજનોને આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ પશ્ચિમ રેલવે વિભાગના લોકલ સ્ટેશન એલફિન્સ્ટન પરના ફૂટઓવર બ્રિજ પર થયેલી ધક્કામુક્કીમાં મોત ભરખી ગયું હતું.

આજે જે પરેલ-એલફિન્સ્ટન બ્રિજ પર 22 જણનાં મૃત્યુ નિપજ્યા ત્યાં કશુંક અજુગતું બનવા વિશે એક પત્ર, ઘણી ટ્વીટ્સ મારફત
બે દિવસ પહેલા ચેતવણી અપાઈ હતી.

આ દુર્ઘટનાથી આખું મુંબઈ શોકગ્રસ્ત અને સ્તબ્ધ થઈ ગયું છે. આ દુર્ઘટનાનું ખરું કારણ હજી જાણવા મળ્યું નથી. કોઈક કહે છે કે વરસાદનું ઝાપટું પડવાથી એલફિન્સ્ટન અને પડોશના મધ્ય રેલવેના પરેલ સ્ટેશનને જોડતા ફુટઓવર બ્રિજ પર એલફિન્સ્ટન રોડ સ્ટેશન તરફના ભાગ પર લોકોની અપાર ભીડ જમા થઈ હતી. એમાં ધક્કામુક્કી થઈ હતી. તો કોઈકનો દાવો છે કે અપાર ભીડ વખતે કોઈએ પૂલ પર શોર્ટ સર્કિટ થયાની અફવા ફેલાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પરિણામે નાસભાગ થઈ હતી.

આ બધાયમાં એક હકીકતને નોંધમાં લેવી જરૂરી છે કે અમુક જણને એવી શંકા હતી કે સવાર-સાંજે ધસારાના સમયે પૂલ પર ખૂબ ગીરદી થતી હોવાને કારણે કંઈક ભયાનક ઘટના બની શકે છે. એમણે અનિચ્છનીય બનાવ બનતો રોકવા માટે જરૂરી પગલાં લેવા સત્તાવાળાઓને એલર્ટ કર્યા હતા. તે છતાં એમની વિનંતીઓ બહેરા કાને અથડાઈ હતી.

આમાંની ટેરેસા ફર્નાન્ડિસ નામની મહિલા પરેલમાં રહેતી હતી. શુક્રવારે ઓફિસમાં તેનો છેલ્લો દિવસ હતો, પરંતુ કમનસીબે એની જિંદગીનો અંતિમ દિવસ બની ગયો હતો. ટેરેસા હંમેશની જેમ પરેલસ્થિત તેનાં ઘેરથી ઓફિસે જવા નીકળી હતી. એની ઓફિસ લોઅર પરેલમાં આવી છે. સોમવારથી એની ઓફિસ અંધેરી (ઈસ્ટ)ના સાકીનાકા ખાતે શિફ્ટ થવાની હતી. ટેરેસાને ત્રણ સંતાન છે. એમાંનો સૌથી નાનો પુત્ર આઠ મહિનાનો જ છે. તે લોઅર પરેલની એક જાણીતી એડ એજન્સીમાં કામ કરતી હતી. તેની ઓફિસનાં મોટા ભાગનાં કર્મચારીઓ સાકીનાકા ઓફિસમાં શિફ્ટ થઈ ચૂક્યાં છે, પરંતુ ટેરેસા સહિત અમુક કર્મચારીઓ જ શિફ્ટ થવાના બાકી હતા, જેઓ આવતા સોમવારથી ત્યાં શિફ્ટ થવાના હતા. આજે સવારે ઓફિસે જવા માટે તે એલફિન્સ્ટનના પૂલ પર પહોંચી હતી અને ત્યાં ધક્કામુક્કી થતાં એણે જાન ગુમાવ્યો હતો.

હજી બે જ દિવસ પહેલાં, સંતોષ અંધાળે નામના એક સિનિયર પત્રકારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને ટ્વીટ કરીને વિનંતી કરી હતી કે એલફિન્સ્ટન બ્રિજ પર થતી ભીડની સમસ્યા રોકવા તેઓ પગલાં લે.

mymedicalmantra.com નામની એક વેબસાઈટના સિનિયર તંત્રી અંધાળે અગાઉ ડીએનએ તથા મુંબઈ મિરર અખબારોમાં કામ કરી ચૂક્યા છે. એમણે ગઈ 27 સપ્ટેંબરે એલફિન્સ્ટનના ભારે ગીરદીવાળી એક તસવીર સાથે ટ્વીટ કર્યું હતું. અંધાળેએ એ ટ્વીટમાં પીયૂષ ગોયલને ટેગ કર્યા હતા અને ઉપાયકારી પગલાં લેવાની એમને વિનંતી કરી હતી. એમણે એ ટ્વીટમાં પશ્ચિમ રેલવેને પણ ટેગ કર્યું હતું.

પશ્ચિમ રેલવેએ અંધાળેની એ ટ્વીટને પ્રતિસાદ આપ્યો હતો અને ચોક્કસ લોકેશન જણાવવા કહ્યું હતું. અંધાળેએ ચોક્કસ લોકેશન બતાવ્યું હતું. ત્યારબાદ પશ્ચિમ રેલવેએ અંધાળેને જાણકારી આપી હતી કે આ બાબત મધ્ય રેલવેને ફોરવર્ડ કરવામાં આવી છે.

(આ છે, સંતોષ અંધાળેએ કરેલું ટ્વીટ)

httpss://twitter.com/Santosh_Andhale/status/912900695711473669

httpss://twitter.com/DharmeshBajpai/status/913683218544549888

(દુખદ ઘટના)

httpss://twitter.com/Outlookindia/status/913688136445599744

એલફિન્સ્ટન અને પરેલ સ્ટેશનોને જોડતો આ બ્રિજ બ્રિટિશ શાસન વખત જેટલો જૂનો છે. આજે થઈ એવી ધક્કામુક્કી થવા વિશેની આગાહી કરતું એક ટ્વીટ એક વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને એમાં ભૂતપૂર્વ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરવામાં આવ્યા હતા.

PM મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ઓકટોબર એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન કરશે, અને ત્યારબાદ બેટદ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. તેમ જ પીએમ મોદી રાજકોટમાં નવા એરપોર્ટનું ભૂમિપૂજન કરશે. મોદી 8 ઓકટોબરે વડનગરની મુલાકાત લેશે.

પીએમ નરેન્દ્ર મોદીનો બે દિવસના ગુજરાત પ્રવાસ કાર્યક્રમ જાહેર થતાની સાથે તંત્રએ તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. એકતરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગવાની તૈયારીઓ છે. ચૂંટણીપંચ ચૂંટણી કરાવવા માટે તમામ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસ અને ભાજપે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. તાજતેરમાં રાહુલ ગાંધી ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવીને ગયા, ત્યાર પછી હવે પીએમ મોદીનો કાર્યક્રમ ગોઠવાયો છે. અને સૌરાષ્ટ્રમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાશે. જેથી સૌરાષ્ટ્રના લોકોને ભેટ આપીને પીએમ મોદી વિકાસના નામે મત માંગશે.

પીએમ મોદીનો વિગતવાર કાર્યક્રમ

  • તારીખ 7-8 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે
  • 7મીએ PM મોદી સવારે 10 કલાકે પહોંચશે જામનગર
  • જામનગરથી વડાપ્રધાન જશે દ્વારકા
  • દ્વારકાધિશના દર્શન કરશે PM મોદી
  • દર્શન બાદ બેટદ્વારકા બ્રિજનું કરશે ખાતમુહૂર્ત
  • બપોરે 2 વાગ્યે ચોટીલા જશે પીએમ
  • હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટનું કરશે ભૂમિપૂજન
  • ચોટીલામાં જાહેરસભાને પણ સંબોધશે પીએમ મોદી
  • ચોટીલાથી સાંજે પીએમ મોદી જશે ગાંધીનગર
  • ગાંધીનગર IITના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ
  • રાજભવન ખાતે રાત્રિરોકાણ
  • 8મીએ સવારે પીએમ માદરેવતન વડનગર જશે
  • વડનગર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
  • બપોરે PM મોદી જશે ભરૂચ
  • રૂ.4,500 કરોડના ખર્ચે બનનારા પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત
  • દહેજના ભાડભૂત ખાતે કોઝ્વે-વિયરનું ખાતમુહૂર્ત કરશે
  • સાંજે PM વડોદરાથી દિલ્હી જવા રવાના થશે

નવમે નોરતે મા અંબાજી સાંભર્યાં રે લોલ…

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નીતા અંબાણી પોતાની માતા સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. નીતા અંબાણીએ મા અંબાના નિજ મંદિરમાં પાવડી પૂજા કરી હતી. અને બપોરનો રાજભોગ હોવાથી કપૂર આરતીનો પણ લાભ લીધો હતો.

તેમણે મા અંબાને સાડી અર્પણ કરી હતી. નીતા અંબાણીનો અગાઉ અંબાજી દર્શનનો કાર્યક્રમ ઘડાયો હતો પણ સંજોગોવસાત રદ થતાં આજે નવરાત્રિના અંતિમ દિવસે નવમાં નોરતે મા અંબાને નૈવેદ ચઢાવી પૂજાઅર્ચન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં અને માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી પણ બંધાવી હતી.

ત્યાર બાદ ગણપતિજી મંદિરે દર્શન કરી તેઓ અંબાજીથી પરત જવા રવાના થયાં હતાં.

તસવીર- ચિરાગ અગ્રવાલ

રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ફૂટબોલની અમદાવાદ લીગનો પ્રારંભ

અમદાવાદ- રીલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ રીલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટ્સ આરએફવાયએસ અમદાવાદ સ્કૂલ અને કોલેજ ફૂટબોલ ચેમ્પિયનશીપનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો અને ભારતમાં યોજનારા આગામી ફીફા અન્ડર-17 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી.

“ભારતીય ફૂટબોલ માટે આ ખૂબ સરસ સમય છે, એમ નીતા અંબાણીએ જણાવ્યું હતું. બે દાયકાના અવકાશ પછી તાજેતરમાં જ ભારતની રાષ્ટ્રીય ટીમે વિશ્વની પ્રથમ 100 ટીમમાં સ્થાન મેળવ્યું છે. અને હવે ભારતીય ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત ફીફા વર્લ્ડ કપ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ પૂર્ણ વર્લ્ડ કપ ઇવેન્ટની યજમાની પણ કરી રહ્યું છે.મને ખાતરી છે કે ખેલાડીઓ જે પ્રાપ્ત કરશે તે અંગે તેઓ ગર્વ અનુભવશે અને આપણે પણ તેમના પર તેમજ વર્લ્ડ કપમાં ભાગ લેવા બદલ દેશ પર ગર્વ અનુભવીએ છીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.

રીલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ એકેડેમીના માધ્યમથી ભારતીય ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત નીતા અંબાણીનું માનવું છે કે આરએફવાયએસની સ્પર્ધા આ રમતનો વિકાસ કરીને ભારતના આંતરિક ભાગો સુધી પહોંચાડશે અને આવતીકાલના વિજેતાઓનો પાયો નાંખશે.

હાલમાં દેશના 30 કેન્દ્રોમાં 60,000 કરતાં વધારે બાળકો આ દમદાર રમત રમી રહ્યા છે. અમારી ફૂટબોલ પહેલના માધ્યમથી આ વર્ષે ડિસેમ્બર સુધીમાં અમે 60 લાખ બાળકો સુધી પહોંચીશું. આપણી પાસે આટલી સુંદર પ્રતિભાઓ છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે એશિયા અને વિશ્વની ટોચની ટીમો સાથે સ્પર્ધા કરવા લાગીશું તે દિવસો દૂર નથી, એમ તેમણે જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટીના સભ્ય અને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2017થી સન્માનિત નીતા અંબાણીએ આ પ્રસંગે રીલાયન્સ ફાઉન્ડેશન નજીકના ભવિષ્યમાં ભારતને બહુવિધ-રમત રમતા દેશમાં પરિવર્તિત કરવાની

અમદાવાદમાં સાલ એજ્યુકેશન કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓના હર્ષોલ્લાસ વચ્ચે નીતા અંબાણીએ આર.એફ. યુથ સ્પોર્ટ્સની બીજી સીઝનનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ લીગની પ્રથમ મેચ સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગ અને સિલ્વર ઓક કોલેજ વચ્ચે રમાઇ હતી. પ્રસિધ્ધ ફૂટબોલ ચેમ્પિયનશીપની ટોચની ટીમોમાં સ્થાન પામવા માટે જુદી-જુદી શ્રેણી જેમ કે જૂનિયર બોયઝ, સિનિયર બોયઝ, સ્કૂલ ગર્લ્સ અને કોલેજ બોયઝ માં અમદાવાદ લીગ માટે 220 જેટલી ટીમો સ્પર્ધામાં છે.

આરએફવાયએસ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં 4,500 શૈક્ષણિક સંસ્થાઓ અને 60,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આગામી ચાર મહિનામાં ભાગ લઈ રહ્યા છે.પ્રથમ વર્ષે ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.)નાં આઠ શહેરોથી શરૂ થયેલી આ સ્પર્ધા આ વર્ષે બેંગાલુરુ, અમદાવાદ, શિલોંગ, આઇઝોલ, ઇમ્ફાલ અને જમશેદપુરમાં પણ યોજવામાં આવશે.

આર.એફ.વાય.એસ. નેશનલ ફૂટબોલ સ્પર્ધા ચાર શ્રેણીમાં રમાડવામાં આવે છેઃ જૂનિયર બોયઝ, સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ અને કોલેજ બોયઝ. દરેક શહેરમાં પ્રિ-ક્વોલિફાઇંગ રાઉન્ડથી તેનો પ્રારંભ થશે અને તે પછીથી વિજેતાની પસંદગી માટે મેઇન ડ્રો કરવામાં આવશે. વિજેતા બનનારી ટીમો પછીથી રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનવા માટે એકબીજાની સામે રમશે.