નવમે નોરતે મા અંબાજી સાંભર્યાં રે લોલ…

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નીતા અંબાણી પોતાની માતા સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. નીતા અંબાણીએ મા અંબાના નિજ મંદિરમાં પાવડી પૂજા કરી હતી. અને બપોરનો રાજભોગ હોવાથી કપૂર આરતીનો પણ લાભ લીધો હતો.

તેમણે મા અંબાને સાડી અર્પણ કરી હતી. નીતા અંબાણીનો અગાઉ અંબાજી દર્શનનો કાર્યક્રમ ઘડાયો હતો પણ સંજોગોવસાત રદ થતાં આજે નવરાત્રિના અંતિમ દિવસે નવમાં નોરતે મા અંબાને નૈવેદ ચઢાવી પૂજાઅર્ચન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં અને માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી પણ બંધાવી હતી.

ત્યાર બાદ ગણપતિજી મંદિરે દર્શન કરી તેઓ અંબાજીથી પરત જવા રવાના થયાં હતાં.

તસવીર- ચિરાગ અગ્રવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]