મતદાનને લઈને શક્તિસિંહ ગોહિલે કર્યો આક્ષેપ

આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્રીજા તબક્કાના મતદાનને લઈને લોકોમાં ઉત્સુકતા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું. જો કે મતદાન પછી શક્તિસિંહનું મોટુ નિવેદન સામે આવ્યું.

ગાંધીનગરના સેક્ટર 19માં શક્તિસિંહે મતદાન કર્યું. એ દરમિયાન એમણે બુથમાં ઉપસ્થિતી ભાજપના કાર્યકરને લઇને વાંધો ઉઠાવ્યો છે. ભાજપના કાર્યકર પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આક્ષેપ ગોહિલં કર્યો છે. એટલુ જ નહીં વાસણામાં ભાજપાના ધારાસભ્યાના પતિએ મતદાન કરાવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

આ સંદર્ભે પત્રકારોને નિવેદન આપતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે. ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે એમણે આ અટકાવવું જોઈએ.

એટલુ જ નહીં શક્તિસિંહે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન બંધ કરાવ્યું હોવાનો પણ આરોપ મુક્યો છે. એમણે કહ્યું કે ત્યાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હોવાના કારણે મતદાન બંધ કરાવ્યું છે. આ સાથે શક્તિસિંહે પોલીસ પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે જામનગર પોલીસે કોંગ્રેસના યુવાનોને ઉઠાવ્યા છે, પોલીસ સરકાર માટે નહીં પ્રજા માટે કામ કરે છે. ચૂંટણીપંચ પોતાની આંખો બંધ ન કરે. આ બધુ અટકવું જોઈએ