રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી..

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં લગભગ 25 ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના લોકો લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર જુદી-જુદી રીતે લોરસાહી પર્વની ઉજવણી થતી જોવા મળી રહી છે. ત્યારે માધુપુર જાંબુરમાં સિદ્દી સમુદાય પરંપરીક નૃત્ય સાથે લોકશાહી પર્વીની ઉજવણી કર હતી. પરંપરાગત નૃત્ય સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાનો કિંમતી મતદાન કર્યું હતું.

જ્યારે બીજી બાજુ આણંદ લોકસભા બેઠક પર ચૂંટણીમાં પેટલાદના થર્ડ જેન્ડરના મતદારો  ઢોલ, નગારા અને વાજા સાથે લોકશાહીના અનેરા પર્વની ઉજવણી કરી હતી. જ્યારે ખેડા લોકસભા બેઠક માટે જિલ્લાના નડીયાદ પ્રાથમિક શાળા મતદાન ખાતે પીજ ભાગોળ સ્થિત અખાડાના ટ્રાન્સ જેન્ડર મતદારો પણ લોકશાહીના અવસમાં સહભાગી બન્યા હતા.

આ ઉપરાંત વડોદરાના બરાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા વ્યંઢળ સમાજના મતદારોએ સમાજના અગ્રણી અંજુકુંવરબાની આગેવાનીમાં ઢોલ નગારા સાથે ભારતી હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.