ગુજરાતમાં 1 વાગ્યા સુધી 38.83 ટકા મતદાન

દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં 25 બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધી 38.83 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બનાસકાંઠા અને વલસાડમાં સૌથી વધારે 45 ટકાથી વધુ મતદાન થયું છે.

ગુજરાતમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પરશોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી, સી.આર પાટીલ, આનંદીબેન પટેલ, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, પૂનમમાડમ, રિવાબા જાડેજા સહિતના નેતાઓએ મતદાન કર્યું  હતું.

અત્યાર સુધીમાં અમદાવાદમાં મતદાનનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે, અમદાવાદ પૂર્વમાં 34.36 ટકા અને અમદાવાદ પશ્ચિમ પર 33.28 ટકા મતદાન નોંધાયું છે. વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન, નવસારી 38.10 ટકા મતદાન થયું છે.

ભરુચ બેઠકની વાત કરીએ તો ત્યાં 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પોરબંદર પર સૌથી ઓછું મતદાન 30. 80 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલીમાં પણ 31.48 ટકા મતદાન થયું છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠક પર 37.42 ટકા, જામનગરમાં 34.61 ટકા, જૂનાગઢમાં 36.11 ટકા, ભાવનગરમાં 33.26 ટકા, મતદાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર 45.89 ટકા, સાબરકાંઠામાં 41.29 ટકા, પાટણમાં 36.58 ટકા તો મહેસાણામાં 37.39 ટકા મતદાન નોંધાયું છે.

જયારે મધ્ય ગુજરાતમાં આણંદમાં 41.78 ટકા, દાહોદમાં 39.79 ટકા, પંચમહાલમાં 36. 47 ટકા, વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન નોંધાયું છે. એજ રીતે દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં 41.67 ટકા મતદાન, નવસારી 38.10 ટકા, ભરુચ બેઠક પર 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 25.41 ટકા મતદાન થયું હતુ. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે, તેમ તેમ મતદાનની ગતિ પણ વધી રહી છે.