રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ફૂટબોલની અમદાવાદ લીગનો પ્રારંભ

અમદાવાદ- રીલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ રીલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટ્સ આરએફવાયએસ અમદાવાદ સ્કૂલ અને કોલેજ ફૂટબોલ ચેમ્પિયનશીપનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો અને ભારતમાં યોજનારા આગામી ફીફા અન્ડર-17 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી.

“ભારતીય ફૂટબોલ માટે આ ખૂબ સરસ સમય છે, એમ નીતા અંબાણીએ જણાવ્યું હતું. બે દાયકાના અવકાશ પછી તાજેતરમાં જ ભારતની રાષ્ટ્રીય ટીમે વિશ્વની પ્રથમ 100 ટીમમાં સ્થાન મેળવ્યું છે. અને હવે ભારતીય ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત ફીફા વર્લ્ડ કપ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ પૂર્ણ વર્લ્ડ કપ ઇવેન્ટની યજમાની પણ કરી રહ્યું છે.મને ખાતરી છે કે ખેલાડીઓ જે પ્રાપ્ત કરશે તે અંગે તેઓ ગર્વ અનુભવશે અને આપણે પણ તેમના પર તેમજ વર્લ્ડ કપમાં ભાગ લેવા બદલ દેશ પર ગર્વ અનુભવીએ છીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.

રીલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ એકેડેમીના માધ્યમથી ભારતીય ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત નીતા અંબાણીનું માનવું છે કે આરએફવાયએસની સ્પર્ધા આ રમતનો વિકાસ કરીને ભારતના આંતરિક ભાગો સુધી પહોંચાડશે અને આવતીકાલના વિજેતાઓનો પાયો નાંખશે.

હાલમાં દેશના 30 કેન્દ્રોમાં 60,000 કરતાં વધારે બાળકો આ દમદાર રમત રમી રહ્યા છે. અમારી ફૂટબોલ પહેલના માધ્યમથી આ વર્ષે ડિસેમ્બર સુધીમાં અમે 60 લાખ બાળકો સુધી પહોંચીશું. આપણી પાસે આટલી સુંદર પ્રતિભાઓ છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે એશિયા અને વિશ્વની ટોચની ટીમો સાથે સ્પર્ધા કરવા લાગીશું તે દિવસો દૂર નથી, એમ તેમણે જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટીના સભ્ય અને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2017થી સન્માનિત નીતા અંબાણીએ આ પ્રસંગે રીલાયન્સ ફાઉન્ડેશન નજીકના ભવિષ્યમાં ભારતને બહુવિધ-રમત રમતા દેશમાં પરિવર્તિત કરવાની

અમદાવાદમાં સાલ એજ્યુકેશન કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓના હર્ષોલ્લાસ વચ્ચે નીતા અંબાણીએ આર.એફ. યુથ સ્પોર્ટ્સની બીજી સીઝનનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ લીગની પ્રથમ મેચ સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગ અને સિલ્વર ઓક કોલેજ વચ્ચે રમાઇ હતી. પ્રસિધ્ધ ફૂટબોલ ચેમ્પિયનશીપની ટોચની ટીમોમાં સ્થાન પામવા માટે જુદી-જુદી શ્રેણી જેમ કે જૂનિયર બોયઝ, સિનિયર બોયઝ, સ્કૂલ ગર્લ્સ અને કોલેજ બોયઝ માં અમદાવાદ લીગ માટે 220 જેટલી ટીમો સ્પર્ધામાં છે.

આરએફવાયએસ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં 4,500 શૈક્ષણિક સંસ્થાઓ અને 60,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આગામી ચાર મહિનામાં ભાગ લઈ રહ્યા છે.પ્રથમ વર્ષે ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.)નાં આઠ શહેરોથી શરૂ થયેલી આ સ્પર્ધા આ વર્ષે બેંગાલુરુ, અમદાવાદ, શિલોંગ, આઇઝોલ, ઇમ્ફાલ અને જમશેદપુરમાં પણ યોજવામાં આવશે.

આર.એફ.વાય.એસ. નેશનલ ફૂટબોલ સ્પર્ધા ચાર શ્રેણીમાં રમાડવામાં આવે છેઃ જૂનિયર બોયઝ, સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ અને કોલેજ બોયઝ. દરેક શહેરમાં પ્રિ-ક્વોલિફાઇંગ રાઉન્ડથી તેનો પ્રારંભ થશે અને તે પછીથી વિજેતાની પસંદગી માટે મેઇન ડ્રો કરવામાં આવશે. વિજેતા બનનારી ટીમો પછીથી રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનવા માટે એકબીજાની સામે રમશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]