Home Blog Page 5001

શીલાથી સુભાષ સુધીઃ કોંગ્રેસ કેમ અસ્તિત્વ બચાવી ન શકી?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શનના જોરે સત્તા જાળવી રાખી છે તો ભાજપ પણ બેઠકોની સંખ્યા વધારમાં સફળ રહયો છે. જ્યારે કોંગ્રેસ પોતનું અસ્તિત્વ બચાવવામાં ય નિષ્ફળ રહી. એક બેઠક પર પણ કોંગ્રેસ પોતાની જીત નોંધાવી શકી નથી અને 70માંથી 67 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવવાની નોબત આવી છે.

દિલ્હી વિધાનસભામાં હારની જવાબદારી લેતા પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા પાર્ટીને રાજીનામું સોંપે તેવી શક્યતા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાની પુત્રી શિવાની ચોપડા કાલકાજી બેઠક પરથી ખરાબ રીતે હારી છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ કીર્તિ આઝાદની પત્ની પૂનમ આઝાદ સંગમ વિહારથી હારી ગઈ છે. મુખ્ય પ્રવક્તા મુકેશ શર્માની ડિપોઝીટ જમા થઈ ગઈ. પૂર્વ સાંસદ પરવેઝ હાશમી, પૂર્વ કેન્દ્રીય મંત્રી કૃષ્ણા તીરથ, પૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલી, હારુન યૂસુફ, ડો. નરેન્દ્ર નાથ, પૂર્વ કદાવર ધારાસભ્ય મતીન અહેમદ, જયકિશન, દેવેન્દ્ર યાદવ, સૌમેશ શૌકીન સહિત પાર્ટીના તમામ ઉમેદવારો હારી ગયા છે.

2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેર 9 ટકા હતો જે આ વખતેની ચૂંટણીમાં ઘટીને ચારથી પાંચ ટકા પર આવી ગયો છે. કોંગ્રેસના મતો આમ આદમી પાર્ટીને ફાળે ગયા. હવે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસ ચૂંટણીની ચર્ચામાંથી પણ બાકાત થતી જોવા મળી રહી છે. પાર્ટી નેતા એટલે હદે શોકમાં છે કે, તેમને હારનું કારણ પણ નથી સમજાઈ રહ્યું. પાર્ટીના કેટલાક નેતાઓ પર ટિકિટ વિતરણમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતનો આરોપ પણ લાગી રહ્યો છે.

દિલ્હી પાર્ટી અધ્યક્ષ સુભાષ ચોપડાએ આ હારની નૈતિક જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે, હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં સુધારો પણ કરવામાં આવશે. પાર્ટી જનહિતના મુદ્દાઓ ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે.

મહત્વનું છે કે, આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે દિલ્હીના તખ્તા પર 15 વર્ષ સુધી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ શાસન કર્યું હતું. 1998માં શીલા યુગની શરૂઆત થઈ હતી. આ ચૂંટણીમાં મોંઘવારી એક પ્રમુખ મુદ્દો રહ્યો હતો. જેના કારણે ભાજપની સરકાર પડી ગઈ હતી. એ સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દીક્ષિત મુખ્યમંત્રી તરીકે આવ્યા. એ સમયે વિધાનસભામાં શીલા દીક્ષિતને 52 સીટો મળી હતી. જેમાં કોંગ્રેસના લગભગ 48 ટકા વોટ કોંગ્રેસને મળ્યા હતા. સુષ્મા સ્વરાજના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. તેને માત્ર 15 સીટો મળી. અને બીજેપીને 34 ટકા વોટ મળ્યા.

મહિલા ક્રિકેટર શેફાલી શર્માનું ક્યું સ્વપ્ન સાકાર થયું?

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી યુવા સભ્ય શેફાલી વર્માનું આદર્શ ક્રિકેટર અને ક્રિકેટના ગોડ ગણાતા લીટલ માસ્ટર સચિન તેંડુલકરને મળવાનું પોતાનું બાળપણનું સ્વપ્ન ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું. સોળ વર્ષની શેફાલીએ તેંડુલકર સાથે એક ફોટો ક્લિક કરીને તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેમણે આ ફોટો શેર કરતા લખ્યું કે, હું ક્રિકેટમાં સચિન સરના કારણે જ જોડાઈ હતી. મારો આખો પરિવાર તેમને ન માત્ર આદર્શ માને છે પરંતુ તેમની પૂજા પણ કરે છે. આજે મારા માટે ખાસ દિવસ છે, કારણ કે હું મારા બાળપણના નાયકને મળી હતી. આ મારા માટે સ્વપ્ન જેવું છે.

ગત નવેમ્બર મહિનામાં શેફાલીએ સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલી રહેલા રેકોર્ડને તોડ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ સામે 49 બોલમાં 73 રનોની તોફાની બેટિંગ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાફ સેન્ચ્યુરી મારનારી સૌથી ઓછી ઉંમરની ભારતીય બની હતી. તે 2020 માં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે હરમતપ્રીત કોરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા આવેલી ભારતીય ટીમની મેમ્બર છે.

જ્યારે કોંગ્રેસે પૂછયું ભાજપનેઃ ‘આપ’ને કેટલી બેઠકો મળી?!

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ આમ આદમી પાર્ટી ફરી વખત સરકાર બનાવવા જઈ રહી છે. ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માત્ર પોતાની હાજરી પુરાવવા પૂરતી જ ચૂંટણી લડી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના 67 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ પણ ગૂમાવવાનો વારો આવ્યો છે માત્ર 3 ઉમેદવારોએ ડિપોઝીટ પાછી મેળવવા સફળ રહ્યા છે.

ચૂંટણી પરિણામોની સૌથી વધુ મજા લોકો સોશિયલ મીડિયામાં લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોને મજા પડી ગઈ છે. 2015નું જ પ્રદર્શન કોંગ્રેસ રિપીટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કોંગ્રેસ અને ભાજપના મીમ્સ  મૂકી રહ્યા છે. અમે અહીં આપને કેટલા ટ્વીટર યૂઝર્સે કરેલા રમૂજી ટ્વીટ બતાવી રહ્યા છે જે જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી નહીં શકો…

 

જેને બચાવી હતી તેને જ આપી દીધી પુરસ્કારની અડધી રકમ!

નવી દિલ્હીઃ આ વર્ષે બાળ વિરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારી મિઝોરમની 12 વર્ષની કૈરોલિન મલસામતુઆંગીએ પોતાના ઈનામની રકમ એક નાનકડી બાળકી સાથે શેર કરી છે. કેરોલિને તે બાળકીને મહિલા ટ્રાફિકરથી બચાવી હતી જે તેને કિડનેપ કરીને પોતાની સાથે લઈ ગઈ હતી. કેરોલીનની સુઝથી બાળકી સહીસલામત બચી ગઈ અને આરોપી મહિલાને પોલીસે પકડી લીધી.

આઈજોલના જુઆંગતુઈની રહેવાસી કેરોલિને ગત શુક્રવારના રોજ થુઆલથૂ ગામ ગઈ હતી અને તે બાળકીને મળી હતી, જેને તણે કિડનેપરથી બચાવી હતી. કેરોલિને બાળકીને પોતાને મળેલા પુરસ્કારની અડધી રકમ આપી હતી અને તેને 10,000 રુપિયાનો ચેક આપ્યો હતો. થુઆલથૂના ગ્રામીણોએ કેરોલિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બાળકીએ કેરોલિનને ગળે લગાવી હતી.

કેરોલીન એ 22 બાળકોમાં જોડાયેલી હતી, જેમને અદભૂત સાહસ બતાવવા માટે આ વર્ષે વિરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કેરોલીને પોતાના બાજુના ગામની એક 7 વર્ષની બાળકીને કિડનેપ કરીને લઈ જઈ રહેલી મહિલાથી બચાવી હતી. ગત વર્ષે જૂનમાં કેરોલિન જ્યારે પોતાના મિત્રો સાથે વોલિબોલ રમી રહી હતી ત્યારે તેણે બાળકીને મહિલા સાથે જોઈ હતી.

તે સમયે કેરોલિનને લાગ્યું કે, બન્ને સંબંધી છે પરંતુ પોલીસે જ્યારે માનવ તસ્કરી મામલે બીજા દિવસે સતર્ક કર્યા ત્યારે તે મહિલા પાસે બીજીવાર ગઈ અને વાતચિત શરુ કરી. કેરોલીને જોયું કે મહિલા કોઈ કામમાં વ્યસ્ત છે. કેરોલિને સમય ન બગાડતા તે મહિલાને કહ્યું કે, તે આ બાળકીની સારસંભાળ રાખી શકે છે.

મહિલાએ કેરોલિનની વાત માની અને બાદમાં તક જોઈને કેરોલિન તે બાળકીને પોતાના ખભે બેસાડીને ઘરેથી ભાગી ગઈ. બાદમાં પોલીસને જાણ થતા પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી.

પત્નિના જન્મ દિવસ પર કેજરીવાલે આપી જીતની આ ભેટ…

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 ના પરિણામો થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે. વોટની ગણતરી ચાલી રહી છે. તમામ 70 વિધાનસભા સીટોના વલણો આવી ગયા છે. શરુઆતના વલણો અનુસાર, આમ આદમી પાર્ટી એકવાર ફરીથી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી આશરે 50 અને ભાજપ 20 જેટલી સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર તમામ સીટો પર પાછળ ચાલી રહ્યા છે. જીત તરફ આગળ વધી રહેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે. પાર્ટીની ઓફિસમાં ઉજવણીનો માહોલ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંબોધન માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટીના પરિણામોથી અલગ આજે કેજરીવાલ માટે ખાસ દિવસ છે. હકીકતમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલનો આજે જન્મ દિવસ છે અને મુખ્યમંત્રી પોતાની પત્નીને જીતની ભેટ આપવા જઈ રહ્યા છે.   

આમ આદમી પાર્ટીની સંભવિત જીત પર સુનીતા કેજરીવાલના જન્મ દિવસનો ઉત્સાહ બેગણો થઈ ગયો છે. અરવિંદ કેજરીવાલના ઘર પર આપ કાર્યકર્તાઓ પહોંચવા લાગ્યા છે. મુખ્યમંત્રીને જીત અને તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમયમાં કેજરીવાલ પાર્ટી કાર્યાલયમાં જશે અને કાર્યકર્તાઓને જીતની શુભેચ્છાઓ આપતા સંબોધિત કરશે. મુખ્યમંત્રી નવી દિલ્હી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે અને વલણોમાં તેઓ સૌથી આગળ છે.

‘મેરે પાસ મોદી હૈ’ છતાં, ભાજપ માટે દિલ્હી દૂર કેમ રહી ગયું?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ. અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યા એ જોતાં સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સત્તા પર આવી રહી છે. 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને બે તૃતિયાંશથી પણ વધુ બેઠકો મળવાનું અનુમાન છે. ગયા ઈલેક્શન કરતા સારુ પ્રદર્શન છતાં ભાજપ માટે દિલ્હી અભી દુર હૈ…

દિલ્હીની જનતાએ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખ્યા પછી ભાજપને વિકલ્પ તરીકે નથી અપનાવી. બીજી રીતે જોઈએ તો દિલ્હીની ચૂંટણીમાં ભાજપે દરેક પોસ્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો, પણ અહીં મોદીનો ચહેરો પણ કામ લાગ્યો નહીં. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યા?

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ને રાષ્ટ્રવાદનો પ્રચાર

ભાજપના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રહ્યો, જેમાં ત્રણ તલાખ અને સીએએ જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા. પણ દિલ્હીની જનતા એટલી પણ ભોળી નથી કે, સ્થાનીય અને રાષ્ટ્રીય મુદ્દાઓમાં ફરક ન સમજી શકે. દિલ્હીના મતદાતાઓએ પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓને વધારે મહત્વ આપ્યું. આ મુદ્દાઓ આપ પાર્ટીના પ્રચારમાં સૌથી આગળ રહ્યા.

અમારી પાસે મોદી છે…

આજની તારીખે ભાજપનો માત્ર એક જ ચહેરો છે નરેન્દ્ર મોદી. પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, મોદીના નામનો ઉપયોગ મરજી મુજબના પરિણામો લાવી શક્યો નહી. મતદાતાઓને એક વાત સમજાઈ ગઈ હતી કે તે ભાજપને મત આપશે તો પણ નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રી નહીં બને. એક નજર દિલ્હી ભાજપના નેતાઓ પર કરીએ તો એક પણ નેતા અરવિંદ કેજરીવાલને પડકાર આપતો ન જોવા મળ્યો. આ સ્થિતિમાં ભાજપ દિલ્હીના લોકોને વિકલ્પ ન આપી શકી.

ઈલેકશન કેમ્પેઈનમાં નકારાત્મકતા

ભાજપે ચૂંટણી પ્રચાર દરમ્યાન વિપક્ષી પાર્ટીઓ પર કરેલા પ્રહારો એકદમ નકારાત્મક ચરિત્રના હતા. અરવિંદ કેજરીવાલ માટે આતંકવાદી જેવા શબ્દનો પ્રયોગ દિલ્હીવાસીઓના ગળે ન ઉતર્યો. આ ઉપરાંત શાહીનબાગ મુદ્દે ભાજપના અનેક સ્ટાર પ્રચારકોએ અર્થવિહોણા અને સંપ્રદાય વિશેષ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યો. આ પ્રકારનો ચૂંટણી પ્રચાર મતદારોને પસંદ ન પડ્યો.

 

દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર શહેરી ક્ષેત્ર છે. દિલ્હીમાં દેશના દરેક રાજ્યના લોકો રહે છે. આ એક મહાનગર છે. એટલે કે એક એવું રાજ્ય જેમાં નબળી પડતી જતી અર્થવ્યવસ્થાની સૌથી વધુ અસર જોવા મળે છે. દેશમાં મંદીની અસર દિલ્હીની માર્કેટ પર પણ જોવા મળે છે. પણ દેશમાં સબ સહી હૈ એવી બીજેપી નેતાની વાતો પાર્ટી માટે ભારે પડી…

જે રીતે પરિણામો આવ્યા એ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં માત્ર ભાગ જ લીધો એ સિવાય બીજું કંઈ નહીં. ના કોઈ રણનીતિ ના કોઈ નેતા. એક સમયે દિલ્હીમાં સતત ત્રણ વખત સત્તા પર રહેલી પાર્ટી જમીનદોસ્ત થઈ ગઈ છે. આ વખતે તો સ્થિતિ એવી છે કે, ગયા વખતની ચૂંટણી કરતા પણ ઓછા મત મળ્યા છે. અહીં સવાલ એ છે કે, કોંગ્રેસના મતનો કોને ફાયદો મળ્યો? ભાજપના મતો વધ્યા પણ અમુક બેઠકો પર કોંગ્રેસના નબળા પ્રદર્શને આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ બનાવી દીધો.

 

લ્યો, JNU વિસ્તારમાં ડાબેરી ઉમેદવારને નોટાથીય ઓછા મત!!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ્સની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે, પણ મહારૌલી સીટના પ્રારંભિત ટ્રેન્ડ આશ્ચર્યજનક છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ડાબેરી પક્ષોની બોલબાલા હોય છે, એ વિસ્તારમાં આવેલી છે, પણ લેફ્ટ પાર્ટીને અહીં નોટાથી પણ ઓછા વોટ મળ્યા છે.અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર મહારૌલી સીટથી આમ આદમી પાર્ટીના નરેશ યાદવ સૌથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકથી નોટાને અત્યાર સુધી 198 મતો મળ્યા છે.

આ બેઠક પર ઓલ ઇન્ડિયા ફોર્વર્ડ બ્લોક નામની લેફ્ટ પાર્ટીને માત્ર 46 મતો મળ્યા છે. પાર્ટીને ડી. કે ચોપડાને ટિકિટ આપી હતી. મહાર1લી સાઉથ દિલ્હી વિસ્તારમાં આવે છે. સંગમ વિહાર, છત્તરપુર, પાલમ, તુગલકાબાદ, કાલકાજી, મહારૌલી, દેવલી, બદરપુર, આંબેડકર નગર અને બ્રિજવાસન દક્ષિણ દિલ્હીમાં આવે છએ.

સિંગાપુરમાં લોકોને એસી બંધ રાખવાની ચેતવણી કેમ અપાઇ?

નવી દિલ્હીઃ ચીનમાં 900 જેટલા લોકોના જીવ લેનારો કોરોના વાયરસ વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચ્યો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે હવાથી લોકોમાં ફેલાય છે. ત્યારે સિંગાપુરમાં ત્યાંના તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસથી બચવા માટે એસીને બંધ રાખો અને તાજી હવા માટે પંખાનો ઉપયોગ કરો.

ચીનની શાંઘાઈ સિવિલ અફેર્સ બ્યૂરોના ઝેંગ ક્યૂને કહ્યું કે, કોરોના વાયરસનો ચેપ સીધા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી અને હવાથી પણ સીધો જ ચેપ લાગી શકે છે. તેમણે કહ્યું કે એરોસોલ ઈન્ફેક્શન એવી વસ્તું છે કે જે કોઈ પરફ્યૂમ સ્પ્રે અથવા તો અન્ય સ્પ્રેના કારણે હવામાં ફેલાય છે અને કોઈ વ્યક્તિ તે હવાને શ્વાસમાં લે તેનાથી ફેલાય છે.

કોરોના વાયરસ ચાઈનીઝ સી-ફૂડ એટલે કે માછલીઓ સહિત અન્ય સમુદ્રી ભોજનથી ફેલાવાનો શરુ થયો. ખૂબ ઓછા સમયમાં આ વાયરસ ચીનના તમામ પ્રાંતોમાં ફેલાયો. ભારતને આ મામલે ચીન તરફથી પ્રથમ સૂચના 31 ડિસેમ્બરના રોજ મળી હતી.

ડિસેમ્બરની શરુઆતમાં આ વાયરસના પ્રકોપને ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં નોટિસ કરવામાં આવ્યો હતો. ત્યાંથી આ વાયરસ વુહાન શહેર અને પછી ચીનના અન્ય 30 રાજ્યોમાં ફેલાઈ ગયો.

ઇન્ફોસિસ અમેરિકાસ્થિત સિમપ્લસને 250 મિલિયન ડોલરમાં ખરીદશે

બેંગલુરુ: આઇટી જાયન્ટ ઇન્ફોસિસે અમેરિકા સ્થિત ડિજિટલ સર્વિસિસ અને કન્સલ્ટિંગ કંપની સિમપ્લસને હસ્તગત કરવા કરાર કર્યા છે. ઇન્ફોસિસે ગઈ રાત્રે સ્ટોક એક્સચેન્જીસીને જણાવ્યું હતું કે કંપની અમેરિકીસ્થિત કંપની સિમપ્લસને હસ્તગત કરશે, જે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સેલ્સફોર્સ પ્લેટિનિયમની ભાગીદારોમાંની છે. ઇન્ફો આ કંપની 250 મિલિયન ડોલરમાં હસ્તગત કરશે. આ હસ્તાંતરણ અંદાજે નાણાકીય વર્ષ 2020ના ચોથી ત્રિમાસિક ગાળા દરમ્યાન પૂરું થશે. સિમપ્લસ એક અગ્રણી ક્લાઉડ કન્સલ્ટિંગ એડવાઇઝર અને પ્રોવાઇડર કંપની છે.

કંપની હાલ સેલ્સફોર્સ ક્વોટ-ટુ-કેશ એપ્લિકેશન્સ માટે  4,500થી વધુ પ્રોજેક્ટ માટે ક્લાઉડ કન્સલ્ટિંગ, અમલીકરણ, ડેટાનું જોડાણ, ચેન્જ મેનેજમેન્ટ અને ટ્રેનિંગ સર્વિસ ક્ષેત્રે અગ્રણી પ્રોવાઇડર અને એડવાઇઝર છે.

આ કંપનીને હસ્તાંતરણનો ખર્ચ 200 મિલિયન અમેરિકી ડોલર છે, જેમાં શેરોના હસ્તાતંર માટેની ચુકવણી કરવાના આકસ્મિક સહિતના ખર્ચ સામેલ છે. વધારામાં, ત્રણ વર્ષથી વધુની કામગીરીની શરતો પૂરી કરવા સહિત કંપનીના કર્મચારીઓને પ્રોત્સાહનો પૂરું પાડવા અને કોઈ પણ જાતની રુકાવટ માટેના 50 મિલિયન ડોલર રાખવામાં આવ્યા છે.

 

 

ભારત અમેરિકા પાસેથી ખરીદશે એર ડિફેન્સ સિસ્ટમ

નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતે પોતાની આકાશી તાકાત વધારવાનો નિર્ણય કર્યો છે. ભારત આના માટે અમેરિકા પાસેથી ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમની ખરીદી કરશે. 1.9 બિલિયન ડોલરની આ ડીલને અમેરિકાએ મંજૂરી આપી છે.  

અમેરિકાની રક્ષા સુરક્ષા સહયોગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસને ભારતને ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ વેચવાના પોતાના દ્રઢ સંકલ્પ મામલે અમેરિકી કોંગ્રેસને જણાવ્યું છે. આખી સિસ્ટમનો ખર્ચ 1.867 બિલિયન અમેરિકી ડોલર હશે.

અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, ભારત નવી ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે કરવા ઈચ્છે છે અને હવાઈ હુમલાઓના સંકટથી બચવા માટે પોતાની વર્તમાન એર ડિફેન્સ સિસ્ટમનો વ્યાપ વધારવા ઈચ્છે છે.

આ મહિને ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરી વચ્ચે ભારતની યાત્રા પર આવશે. આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ઘણી સમજૂતીઓ થશે. આમાં ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.

ભારતે અમેરિકાને IADWS ખરીદવા વિનંતી કરી હતી. આ સીવાય ભારત પાંચ AN / MPQ-64Fl સેનટિનલ રડાર સિસ્ટમ, 118 AMRAAM AIM-120C-7 / C-8 મિસાઈલ, ત્રણ AMRAAM ગાઈડન્સ સેક્શન, ચાર AMAMAM કન્ટ્રોલ સેક્શન, અને 134 સ્ટિંગર FIM-92L મિસાઈલ પણ ખરીદશે.

આ સિવાય 32 એમ 4 એ 1 રાઈફલ, એમ 855 5.56 મિમી કારટેજ, ફાયર ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર, હેંડહેલ્ડ રિમોટ ટર્મિનલ, ઈલેકટ્રીક ઓપ્ટિકલ/ઈન્ફ્રારેડ(ઈઓ/આઈઆર) સેન્સર સિસ્ટમ, AmRaam નોન-ડેવલપમેન્ટ આઈઉટમ-એરબોર્ન ઈસ્ટ્રૂમેંટેશન યૂનિટ્સ, મલ્ટી-સ્પેક્ટ્રલ ટાર્ગેટિંગ સિસ્ટમ-મોડલ એ, અને કનસ્તર લોન્ચર, હાઈ મોબિલિટી લોન્ચરનો સમાવેશ થાય છે.