Home Blog Page 5002

સુવિચાર – ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦

બિલ ગેટ્સે હમણાં 4500 કરોડની શું ખરીદી કરી?

વોશિંગ્ટનઃ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને દુનિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિ બિલ ગેટ્સે વિશ્વનું પ્રથમ હાઈડ્રો પાવરથી ચાલનારી શિપ ખરીદ્યું છે. આ શિપની કિંમત 644 મિલિયન ડોલર(આશરે 4600 કરોડ) છે. આને સિનોટ નામની કંપની તરફથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. આમાં ઈન્ફિનીટી પૂલ, હેલીપેડ, સ્પા અને જિમ જેવી સુવિધાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ એક 122 મીટર લાંબુ લક્ઝરી શિપ છે. આ સંપૂર્ણ રીતે લિક્વિડ હાઈડ્રોજન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ડચ ડિઝાઈનમાં ફર્મ સિનોટે ગત વર્ષો શિપ્સના એક કાર્યક્રમમાં આ ડિઝાઈનને લોન્ચ કરી હતી.

આ શિપમાં 5 ડેક છે અને એક સમયે આમાં 14 ગેસ્ટ સહિત 31 ક્રૂ મેમ્બર રહી શકે છે. તો આ શીપ પૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. આમાં એક  જેલ ફ્યુઅલ વાળા ફાયર બાઉલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગેસ્ટને બહાર પણ ગરમ રાખશે અને આના માટે તેમને કોલસા અથવા લાકડાથી આગ નહી પ્રગટાવવી પડે.

આ શિપની સૌથી અત્યાધુનિક વિશેષતા ડેકની નીચે લગાવવામાં આવેલા 28 ટનના વેક્યૂમ સીલ ટેંક છે. શિપમાં બે 28 ટનના વેક્યૂમ સીલ ટેંક લગાવવામાં આવ્યા છે. જેમાં લિક્વિડ હાઈડ્રોજન ભરવામાં આવ્યો છે. આનાથી આ શિ0પ પાણીમાં સરળતાથી ચલાવી શકાશે અને ઈંધણ બે-મેગાવોટ મોટર્સ અને પ્રોપેલરના માટે ઓન-બોર્ડ વિજળી પેદા કરશે.

શિપના ડિઝાઈનરે ગત વર્ષે આની ડિઝાઈન મામલે વાત કરતા જણાવ્યું કે, હું દરેક પરિયોજના સાથે પોતાની ટીમ અને પોતાને પડકાર આપું છું અને અમે સાથે મળીને પડકારોને પૂરા કરીએ છીએ. એક્વાના વિકાસ માટે અમે સમજદાર અને લાંબુ વિચારનારા લોકોની જીવનશૈલીમાંથી પ્રેરણા લીધી. આના કારણે અમે પાણી અને અત્યાધુનિક ટેક્નિક તરલ બહુમુખી પ્રતિભાને એકસાથે જોડીને લિક્વિડ હાઈડ્રોજન ઈંધણ સીસ્ટમ સાથે આ શિપનું નિર્માણ કર્યું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામઃ મતગણતરીમાં AAP આગળ

નવી દિલ્હી – 70 બેઠકોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ગઈ 8 ફેબ્રુઆરીએ થયેલા મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના ટ્રેન્ડમાં શાસક આમ આદમી પાર્ટીના ઉમેદવારો 53 સીટ પર આગળ હતા જ્યારે ભાજપના ઉમેદવારો 14 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ હતા.

આમ આદમી પાર્ટી પોતાની સત્તા જાળવી રાખશે કે ભારતીય જનતા પાર્ટી એની પાસેથી સત્તા છીનવી લેશે? આજના પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર મતગણતરીની કામગીરીનો આરંભ ટપાલમાં આવેલા મતોની ગણતરીથી કરવામાં આવ્યો હતો. એ ગણતરીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હતી.

દિલ્હીમાં કુલ 27 કેન્દ્રો પર મતગણતરીનું કામ ચાલી રહ્યું છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા આજે સવારે એમના ઘેરથી ભગવાનની પ્રાર્થના કરીને બહાર નીકળ્યા હતા અને કહ્યું હતું કે અમે પાંચ વર્ષના શાસનમાં લોકો માટે કામ કર્યું છે. અમને વિશ્વાસ છે કે અમે જ ફરી જીતીશું.

બીજી બાજુ, ભાજપના દિલ્હી એકમના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું કે, હું જરાય નર્વસ નથી. મને વિશ્વાસ છે કે અમે જ ચૂંટણીમાં વિજયી થશું. જો અમને 55 સીટ મળશે તો પણ કોઈને આશ્ચર્ય નહીં થાય.

દિલ્હીમાં 62.59 ટકા મતદાન થયું હતું.

2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 67 બેઠક જીતીને સપાટો બોલાવી દીધો હતો અને અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા હતા.

BSE સ્ટાર MFનો નવો વિક્રમઃ એક જ દિવસમાં 10.10 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ તા. 10 ફેબ્રુઆરી, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં એક જ દિવસમાં પ્લેટફોર્મ પર રૂ.1,075 કરોડના ટર્નઓવર સાથે 10.10 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયાનો નવો રેકોર્ડ આજે નોંધાયો હતો. અગાઉ નવેમ્બર, 2019માં 8.79 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતાં. એપ્રિલથી જાન્યુઆરી, 2020ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 4.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.

– બીએસઈ સ્ટાર એમએફ ટ્રાન્ઝેક્શન્સમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 58 ટકાની વૃદ્ધિ થઈ છે. (જાન્યુઆરી 2018થી ડિસેમ્બર 2018ના 3.16 કરોડ ટ્રાન્ઝેક્શનની તુલનામાં જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2019 સુધી 4.99 કરોડ ટ્રાન્ઝેક્શન).

– બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં ટર્નઓવરની દૃષ્ટિએ પણ 16 ટકાનો વધારો થયો છે. (જાન્યુઆરી, 2018થી ડિસેમ્બર 2018ના રૂ.1,51,185.5 કરોડની તુલનામાં જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2019 સુધી રૂ.1,75,654.7 કરોડ).

– હાલની સ્ટાર એમએફ પર એસઆઈપીની બુક સાઈઝ રૂ.1,058.28 કરોડના 36.81 લાખ એસઆઈપી છે.

– આ પ્લેટફોર્મમાં 1 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2020 સુધીમાં રૂ.32.48 કરોડના 1.13 લાખ નવી એસઆઈપી રજિસ્ટર થયા છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.1,990.7 કરોડના 2.26 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યું છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 55,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર છે.

માઇગ્રેટરી પ્રજાતિ પર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

ગાંધીનગરઃ આગામી 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓના સંમેલનની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ યોજાશે.

યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983 થી સ્થળાંતરીત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન પર હસ્તાક્ષર કરશે છે. ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ જાતિઓ/પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરી છે જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ, વ્હેલ શાર્ક, સમુદ્રી કાચબો (બે પ્રજાતિઓ)ની ઓળખ કરાઇ છે.

કેન્દ્રીય પર્યાવરણમંત્રી દ્વારા કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે “સીએમએસ સીઓપી-13ની મેજબાનીએ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 17 ફેબ્રુઆરી 2020 ને સોમવારે સીએમએસ સીઓપી 13નું ઉદઘાટન કરશે. 130 દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ સીઓપીમાં ભાગ લેશે.”

15 અને 16 મી ફેબ્રુઆરીએ, પૂર્વ-સીઓપી બેઠકો જેમાં સ્ટેકહોલ્ડર સંવાદ, ઉચ્ચ-સ્તરની સેગમેન્ટ મીટિંગ અને ચેમ્પિયન નાઇટ એવોર્ડ સહિતના સમારોહ યોજશે. સીઓપીનું ઉદઘાટન સમારોહ અને પૂર્ણ સત્ર 17 ફેબ્રુઆરીએ યોજાશે ત્યારબાદ 22 ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સુધી સાઇડ ઇવેન્ટ્સ અને વર્કિંગ ગ્રુપની બેઠકો થશે. આ સાથે જ, ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રદર્શિત કરશે.

છેવટે કેમ અનિલ અંબાણીની કંપનીઓ દેવાદાર બનતી ગઇ?

નવી દિલ્હી: પહેલા ગગનચૂંબી સફળતા અને પછી એકાએક જમીનદોસ્ત આ વાત રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર એકદમ ફિટ બેસે છે. આજથી 11 વર્ષ પહેલા વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી અમીર વ્યક્તિ રહેલા અનિલ અંબાણીનું આજે કહેવું છે કે, તેમની પાસે બાકી ઋણ ચૂકવવા માટે ફૂટી કોડી પણ નથી. તેમની એક પછી એક કંપનીઓ દેવુ ચૂકવવા માટે નાદાર જાહેર થઈ રહી છે. કંપનીઓના શેર પણ 90 ટકા સુધી નીચે પટકાયા છે. બીજી તરફ તેમના ભાઈ મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.

છેવટે કેવી રીતે મુકેશ અંબાણી એક પછી સફળતા મેળવતા ગયા અને કેવી રીતે પાછળ રહી ગયા અનિલ અંબાણી?

પિતાના નિધન પછી શરુ થયો વિવાદનો વંટોળ

ઉદારીકરણના સમયમાં બદલાતી જતી ટેકનિક છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નવી ઉંચાઈઓ પર લઈ જનારા ગ્રુપના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીનું વર્ષ 2002માં નિધન થયું. બન્ને ભાઈઓ વચ્ચે વિવાદ અંતે ભાગલામાં પરિણમ્યો. 2007માં અનિલ અંબાણી પાસે 45 અબજ ડોલર અને મુકેશ અંબાણી પાસે 49 અબજ ડોલરની સંપત્તિ હતી.

જ્યારે સંપત્તિના ભાગલા પડ્યા ત્યારે મુકેશના ભાગમાં પરંપરાગત બિઝનેસ જેમ કે પેટ્રોલિયમ કંપનીઓ આવી તો અનિલ અંબાણીના હિસ્સામાં ટેલિકોમ સેક્ટરની મહત્વની કંપનીઓ આવી. એ સમયે ભારતમાં ટેલિકોમ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો હતો અને માનવામાં આવતું હતુ કે, ભવિષ્યમાં અનિલ અંબાણી બિઝનેસમાં તેનો સિક્કો જમાવી શકશે, પણ તેમની આ આશા અધૂરી જ રહી ગઈ.

અનિલ અંબાણીની કુલ સંપત્તિનો 66 ટકા હિસ્સો રિલાયન્સ કોમ્યુનિકેશનમાં હતો, પણ બદલાતા સમય સાથે આ કંપનીઓને તે આગળ ન વધારી શક્યા. 2010માં રિલાયન્સ કોમ્યુનિકેશનની જીટીએલ ઈન્ફ્રા સાથેની ડીલ વચ્ચે જ અટકી ગઈ છતાં પણ અંબાણીએ 3જી, અંડર-સી કેબલ અને નેટવર્કના વિસ્તાર માટે રોકાણ ચાલુ રાખ્યું. ત્યારપછી વર્ષ 2017માં કંપનીની એરસેલ સાથે મર્જરની ડીલ પણ નિષ્ફળ રહી. એક તરફ કંપનીએ સતત સીડીએમએની 2જી અને 3જી ટેકનીકમાં જોરદાર રોકાણ કર્યું, પણ 4જીની એન્ટ્રીને કારણે 2018માં અચાનક જ આ બિઝનેસમાંથી નીકળવાની જાહેરાત કરી દીધી. જેને પગલે અનિલ અંબાણીની કંપનીએ એક ઝાટકે અંદાજે 8 કરોડ ગ્રાહકો ગૂમાવવાનો વારો આવ્યો.

અનિલ અંબાણી પાસે રિલાયન્સ કોમ્યુનિકેશન ઉપરાંત ફાઈનાન્શિયલ સેક્ટરમાં કામ કરતી રિલાયન્સ કેપિટલ અને ઉર્જા કંપની રિલાયન્સ એનર્જી પણ હતી. રિલાયન્સ કોમ્યુનિકેશનમાં થયેલા નુકસાનની અસર આ કંપનીઓ પર પડી અને તે સતત દેવાના ડુંગર હેઠળ દબાતી ગઈ. ભાગલા પછી અનિલ અંબાણીએ સૌથી મોટું રોકાણ મનોરંજન(entertainment) સેક્ટરમાં કર્યું હતું. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ નામથી કંપની પણ બનાવવામાં આવી પણ સતત અસફળ ટેકઓવરને પગલે નુકસાન વેઠવાનો જ વારો આવ્યો.

નાન ભાઈની એગ્ઝિટ અને મોટાભાઈની જિયો સાથે ધમાકેદાર એન્ટ્રી

એક તરફ અનિલ અંબાણીએ 2018માં ટેલીકોમ સેક્ટરમાંથી પોતાનો બિઝનેસ સંકેલી લીધો તો બીજી તરફ મોટાભાઈ મુકેશ અંબાણીએ ફરી એક વખત ટેલીકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. રિલાયન્સ જિયો સાથે ન માત્ર તેમણે ટેલીકોમ પણ એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં પણ મોટી એન્ટ્રી મારી. શરુઆતના મહિનાઓમાં દિગ્ગજ ટેલીકોમ કંપનીઓને પાછળ રાખી મોટા રોકાણ પછી જિયો નફા તરફ આગળ વધતી ગઈ.

વેપારની દુનિયામાં કેટલી ઝડપે અનિલ અંબાણીએ પોતાનું સ્થાન ગુમાવ્યું એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, માત્ર 6 મહિનામાં તેમની મૂડી અંદાજે 75 ટકા ઘટી ગઈ. જૂનથી લઈને ડિસેમ્બર 2019 દરમ્યાન તેમની ઈક્વિટી વેલ્થ 3651 કરોડ રુપિયાથી પટકાઈને 970.10 કરોડ રુપિયા પર આવી ગઈ છે.

દિલ્હીમાં એક્ઝિટ પોલનાં તારણો જીતશે કે પછી ભાજપનો હુંકાર?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારે રસાકસી સાથે સંપન્ન થઈ હતી. ખરી લડાઈ ભાજપ અને આપ પક્ષ વચ્ચે હતી. હવે દિલ્હી દૂર નથી. આવતી કાલે ચૂંટણી પરિણામો છે ત્યારે વિવિધ ચેનલોનાં એક્ઝિટ પોલનાં પરિણામો મુજબ પરિણામો આવશે કે પછી ભાજપનો હુંકાર જીતશે?  કેજરીવાલનું ઝાડુ ફરી વળશે કે પછી પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીનો આત્મવિશ્વાસથી ભરેલો દાવો જીતશે?

દિલ્હી ચૂંટણીમાં મતદાન પછી પણ દિલ્હીવાસીઓને તો પરિણામોની આતુરતા હોય જ એ સ્વાભાવિક છે, પણ દેશઆખાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર બાજ નજર છે, કેમ કે દિલ્હી ચૂંટણીનાં મોટા ભાગના એક્ઝિટ પોલ કેજરીવાલ સરકાર હેટટ્રિક મારશે એવું કહે છે, જ્યારે ભાજપ આ એક્ઝિટ પોલને સ્પષ્ટ શબ્દોમાં નકારી રહ્યો છે અને ભાજપ ભારે બહુમતી ચૂંટાશે એવો દાવો કરી રહ્યો છે. આવતી કાલે ખરાખરી ખેલનું પરિણામ છે. જોઈએ, એક્ઝિટ પોલ જીતે છે કે પછી ભાજપ?

દિલ્હી ચૂંટણીમાં 62.59 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે દિલ્હીમાં થયેલા મતદાનની પ્રક્રિયાના આંકડા વિલંબથી જાહેર કર્યા હતા. જેથી આમ આદમી પાર્ટીએ એના પર સવાલો ઊભા કર્યા હતા. મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે મતદાન પૂરું થયા પછી અંતિમ મતદાન ટકાવારી ચૂંટણી પંચ જાહેર નથી કરી રહ્યું છે, જે આશ્ચર્યની વાત છે.

બીજી બાજુ ભાજપના ઘણા સિનિયર નેતાઓએ સોઈ ઝાટકીને કહ્યું છે કે આ એક્ઝિટ પોલ સદંતર ખોટા છે. દિલ્હી ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ ભાજપ ભારે બહુમતી જીતવાના દાવો કર્યો છે. એ સિવાય પણ ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ભાજપ જીતવાનો હુંકાર કર્યો છે.

કોંગ્રેસનો આપને ટેકો?

દિલ્હી એક્ઝિટ પોલનાં પરિણામો આપે બાજી મારી છે અને મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુ ઓછી સીટ મળવાની ધારણા છે, ત્યારે કોંગ્રેસના અધીર રંજને કહ્યું હતું કે અમે આ ચૂંટણી બહુ તાકાત સાથે લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાની દરેક પ્રયાસ કર્યા હતા. જો ભાજપ આ ચૂંટણીમાં હારશે તો તેનો સાંપ્રદાયિક એજન્ડા ખતમ થઈ જશે. તેમણે કહ્યું હતું કે જો આપ પાર્ટી આ ચૂંટણીમાં જીતશે તો એ વિકાસની જીત હશે. તેમણે કહ્યું હતું કે લોકો કેજરીવાલે કરેલા કામથી ખુશ છે એવું માનવામાં આવશે. તેમનું આવું નિવેદન ક્યાંક આપ પાર્ટીને કોંગ્રેસ ટેકો આપનારું તો નથીને?

 

રાશિ ભવિષ્ય 11/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

પંચાંગ તા. 11/02/2020

બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીતી ગઈ ‘પેરાસાઈટ’…

લોસ એન્જેલીસના ડોલ્બી થિયેટરમાં 9 ફેબ્રુઆરી, રવિવારે 92મા એકેડેમી એવોર્ડ્સ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્કર-2020 કાર્યક્રમમાં હોલીવૂડના કલાકારો અને કસબીઓને વિવિધ કેટગરીઓમાં એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાની બિન-અંગ્રેજી 'પેરાસાઈટ' ફિલ્મે વર્ષ 2019 માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. કોઈ બિન-અંગ્રેજી ફિલ્મે બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીત્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ બન્યો છે. ઉપરની તસવીરમાં 'પેરાસાઈટ'ના દિગ્દર્શક બોન્ગ જૂન-હોની સાથે છે નિર્માત્રી ક્વાક સિન-એ. બોન્ગ જૂન-હોએ શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ પણ જીત્યો હતો. આ જ ફિલ્મે વિદેશ ભાષાની શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો.


'પેરાસાઈટ' ફિલ્મની ટીમના સભ્યો ગ્રુપ તસવીર માટે સ્ટેજ પર આવ્યા ત્યારે


(ડાબેથી જમણે) 'જોકર' ફિલ્મમાં કરેલી ભૂમિકા બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર જોક્વિન ફીનિક્સ, 'જૂડી' ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર રેની ઝેલવેગર અને બ્રેડ પિટ (‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’ ફિલ્મની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ વિજેતા)


શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ઓસ્કર લૌરા ડર્ન (‘મેરેજ સ્ટોરી’ ફિલ્મનાં રોલ માટે)


રોજર ડીકિન્સ ('1917' ફિલ્મ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીતનાર)


એન્ડ્રૂ બકલેન્ડ (ડાબે) અને માઈકલ મેકકસ્કર ('ફોર્ડ વર્સીસ ફેરારી' ફિલ્મ માટે બેસ્ટ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ જીતનાર)


'જોકર' ફિલ્મ માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ જીતનાર હિલ્ડર ગોનડોટીર


બ્રેડ પિટ


રેની ઝેલવેગર


અભિનેત્રી સિન્થીયા એરિવો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ


રેડ કાર્પેટ પર લ્યુસી બોઈન્ટન અને ગયા વર્ષના ઓસ્કર વિજેતા અભિનેતા રેમી માલેક


અભિનેત્રી પેનીલોપ ક્રૂઝ


લિયોનાર્ડો કેપ્રિયો


અભિનેત્રી સલમા હાયેક